માંડવીના ગોડપર નજીક સુરેન્દ્રનગરના મુસાફરોની કાર પલટી ખાઈ ગઈ

0
32

શીરવા-લાયજા માર્ગે રોડ વચ્ચે નીલગાય આડી આવતા બાઈક સવાર ત્રણ ઘાયલ

માંડવી : દિવાળીના તહેવારને કારણે કચ્છમાં પ્રવાસીઓનો ઘોડાપુર ઉમટયો છે, જિલ્લાના પ્રવાસન સ્થળોએ ભારે મુસાફરોની અવર જવર રહી છે ત્યારે નાના-મોટા અકસ્માતના બનાવો પણ બન્યા છે. માંડવી તાલુકાના દહીસરા નજીક ગોડપર પુલીયા પાસે સુરેન્દ્રનગરના પ્રવાસીઓની કાર અચાનક રોડ પર કુતરુ આવી જવાને કારણે રોડથી નીચે ઉતરી જઈ પલટી ખાઈ ગઈ હતી, જેમાં સવાર ચાર મુસાફરોને ઓછી વતી ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગરના ફારુકભાઈ આદમભાઈ મીર (ઉ.વ.૩પ), મુખતાર અલી બંગાલી (ઉ.વ.૩ર), મુનીરાબેન ફારુકભાઈ મીર (ઉ.વ.૩ર) અને રોહેમા મુખતારઅલી બંગાડી (ઉ.વ.ર૭) ગાડીથી માંડવીથી ફોર વ્હીલર લઈની નિકળ્યા હતા, ત્યારે દહીસરા નજીક ગોડપર પુલીયા પાસે અચાનક માર્ગ પર કુતરુ આડુ આવતા તેને બચાવવા જતા ગાડી રોડથી નીચે ઉતરી જઈ પલટી ખાઈ ગઈ હતી. આમ ચારેયની હાથ-પગ અને શરીરના ભાગે મુઢમાર થઈ હતી જેથી સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.ગાંધીધામના મહેશ્વરી નગરમાં રહેતા ત્રણ યુવકો માંડવીથી પરત આવી રહ્યા હતા ત્યારે શીરવા-લાયજા માર્ગ પર રોડની વચ્ચે નીલગાય આવી જતા ત્રણેયને ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ માંડવીથી લાયજા શીરવા માર્ગ પર બાઈકથી આવી રહેલા મયુર દેવરાજભાઈ મહેશ્વરી (ઉ.વ. ૧૭), પરેશ દેવરાજભાઈ મહેશ્વરી (ઉ.વ.૧૭) અને કેતન નવીન મહેશ્વરી (ઉ.વ.ર૦, રહે. ત્રણેય મહેશ્વરી નગર ગાંધીધામ)વાળાને માર્ગમાં ગાય વચ્ચે આવતા ભટકાઈ હતી. કેતનને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી જયારે બીજા બેને ઓછી વતી ઈજાઓ પહોંચી હતી.