ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી મતદાનના દિવસ બિનઅધિકૃત રીતે વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં જાહેરનામું જારી કરાયું

0
62

આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર થયેલ છે, જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં ૧/૧૨/૨૦૨૨ના મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.

આ ચૂંટણીમાં ઉમેદવારો તથા રાજકીય પક્ષો તરફથી બિનઅધિકૃત રીતે મતદાનના દિવસે મતદારો મતદાન મથકે લઈ જવા-પરત લાવવા વાહનોનો ઉપયોગ કરવાની સંભાવના છે. જેથી વાહનના આવા દુરૂપયોગના કારણ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સંઘર્ષ, આક્ષેપો, પ્રતિ આક્ષેપો થવાની અને તેના કારણે ચૂંટણીની નિષ્પક્ષતા જોખમાવાનો પૂરો સંભવ છે. ભારતના ચૂંટણી પંચના તા.૨૩/૧૧/૦૭ની સૂચના અનુસાર ઉમેદવારો, રાજકીય પક્ષો માટે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લાવવા, પરત લઈ જવાથી ગેરકાયદેરારની સગવડ આપી મતદારની ઉપર અધિકૃત દબાણ, પ્રલોભન આપવા ઉપર તથા મતદાનના દિવસે ઉમેદવારો તથા તેમના એજન્ટ દ્વારા વાપરવામાં આવતા વાહનો ઉપર પ્રતિબંધ નિયંત્રણ રાખવા ફરમાવેલ છે.

જેથી કચ્છ-ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દિલીપ રાણાએ ફોજદારી કાર્યરીતે અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ થી તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી વિદ્યાનસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૨ સંદર્ભે મતદાનના દિવસે ચૂંટણી ઉમેદવારોને તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મતદાનના દિવસે નીચે મુજબના વાહનોનો ઉપયોગ મળવાપાત્ર થશે. પરંતુ આ મળવાપાત્ર વાહનો અંગેની પરવાનગી ચૂંટણી અધિકારીથી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી પાસેથી મેળવવાની રહેશે અને તે વાહનો પર આવી પરવાનગી લગાડવાની રહેશે. વિધાનસભા સામાન્ય ચૂંટણી મતદાનના દિવસે કોઈપણ ઉમેદવાર તેમના વિધાનસભા મતક્ષેત્ર દીઠ એક વાહન પોતાના ઉપયોગ માટે, એક વાહન તેમના ચૂંટણી એજન્ટ માટે તેમજ વધારામાં એક વાત તેમના કાર્યકર્તાઓ અથવા પક્ષના કાર્યકર્તાઓ માટે વાપરી શકશે. વાહન એટલે ફકત ચાર/ત્રણ/બે પૈડાવાળા વાહન જેવા કે કાર, ટેક્સી, ઓટોરીક્ષા, રીક્ષા અને દ્વિચકી જેમાં ડ્રાયવર સહિત પાંચ વ્યકિતથી વધુ બેસી શક્શે નહી તેમજ ઉમેદવાર અથવા એજન્ટ માટે ફાળવવામાં આવેલ વાહનનો ઉપયોગ કોઇ બીજી વ્યક્તિ દ્વારા થઈ શકશે નહી. મતદાનના દિવસે કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા મતદારોને મતદાન મથકે નિ:શુલ્ક લઈ જવા તથા પરત લાવવા વાહન પુરૂં પાડવાની સગવડ આપી મતદાર ઉપર અનઅધિકૃત દબાણ/પ્રલોભન ઉભું કરવા સામે મનાઈ ફરમાવેલ છે.

આ હુકમ ચૂંટણી સાથે સંબંધ ન ધરાવતા, તેમના માલિકોના ખાનગી ઉપયોગ માટે તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ખાનગી વાહનો, ખાનગી વાહનોના માલિકો દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન માટે જવા માટે પરંતુ મતદાન મથકની આસપાસ ૨૦૦ મીટરની ત્રિજયાની અંદર ક્યાંય જવા માટે નહીં એ રીતે પોતાના માટે કે પોતાના કુટુંબના સભ્યો માટે માલિકો દ્વાર ઉપયોગમાં લેવામાં આવતા ખાનગી વાહનો.

હોસ્પિટલ વાન, એમ્બ્યુલન્સ, દુધની વાન, પાણીના ટેન્કર, વિદ્યુત સંકટકાલીન સેવા વાન, ફાયરબ્રીગેડ, ચૂંટણી સંબંધી ફરજ બજાવતા અધિકારીઓ, ફરજ પરની પોલીસ અને આવશ્યક સેવા માટે ઉપયોગમાં લેવાતા વાહનો. નિયત સ્થળો વચ્ચે અને નિયત કરેલા માર્ગો પર ફરતી બસો જેવા જાહેર પરિવહનના વાહનો. અનિવાર્ય હોય એવી મુસાફરીઓ માટે હવાઇ મથકો, રેલ્વે સ્ટેશનો, આંતર રાજ્ય બસ સ્ટેન્ડ, હોસ્પિટલે જવા માટેની ટેક્સીઓ, ત્રણ પૈડાવાળા સ્કુટરો, રીક્ષાઓ વિગેરે. બીમાર અને અપંગ વ્યક્તિઓ દ્વારા તેમના પોતાના ઉપયોગ માટે વાપરવામાં આવતા ખાનગી વાહનોને આ હુકમ લાગુ પડશે નહીં.

કોઇ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઇ વ્યક્તિ દ્વારા ઉકત નિયયોનું ભંગ કરવામાં આવશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ– ૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.