અદાણી ફાઉન્ડેશન દ્વારા કમ્પ્યુટર સાક્ષરતા માટે આઈટી ઓન વ્હીલ્સની ઉમદા પહેલ

0
114

મુંદ્રા, હજીરા અને દહેજની ૫૬ શાળાના ૫૫૦૦થી વધુવિદ્યાર્થીઓ કમ્પ્યુટર શિક્ષણનો લાભ લઈ રહ્યા છે : ૨ ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ

ભુજ : ભારતમાં ડિજિટલ વિભાજન ઘટાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેવામાં અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ કમ્પ્યૂટર સાક્ષર થાય તેવા ઉમદા હેતુથી અદાણી ફાઉન્ડેશને બીડું ઝડપ્યુંછે.
દર વર્ષે ૨ ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ સરકારી પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન આપવા આઈટી ઓન વ્હીલ્સ નામની પહેલ ચાલી રહી છે. મુંદ્રા, હજીરા અને દહેજની ૫૬ શાળાના ૫૫૦૦થી વધુવિદ્યાર્થીઓ કમ્પ્યુટર શિક્ષણનો લાભ લઈ રહ્યા છે. આઈટી ઓન વ્હીલ્સ થકી તેમને કમ્પ્યુટર શીખવાની ઉત્તમ તક સાંપડી રહી છે. જે ધીમે ધીમે શાળાના સ્ટાફ અને ગામ લોકો માટે સંતોષ અને ગૌરવની લાગણી થતી ગઈ હતી. કચ્છની કમંઢપુર પ્રાથમિક શાળાના આચાર્ય પરેશભાઈએ જણાવ્યું હતું કે, ઉત્થાન હેઠળ કમ્પ્યુટરનું પ્રેક્ટીકલ અને કૌશલ્યલક્ષી જ્ઞાન મેળવવાથી વિદ્યાર્થીઓ ભારતના ભાવિ નિર્માણમાં યોગદાન આપવાની તૈયારી કરી રહ્યા છે.
ડિરેક્ટર વસંત ગઢવી જણાવ્યું હતું કે, બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરૂ પાડવું એ હંમેશા અદાણી ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય રહ્યો છે. પ્રોજેક્ટ ઉત્થાન વિદ્યાર્થીઓમાં કમ્પ્યુટર સાક્ષરતાનો મજબૂત પાયો નાંખવાની દિશામાં મહત્વનું પગલું છે. ૩ મહિના બાદ ઉત્થાન અસેસમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓનું સમગ્ર મુલ્યાંકન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ કમ્પ્યુટરને બેઝીક ઓપરેટ કરવામાં સક્ષમ થયા છે. કોમ્પ્યુટરનું પ્રાથમિક શિક્ષણ પણ જેમને પુરતુ નહોતુ મળી શકતુ એવા વિદ્યાર્થીઓ તેમાં રસ દાખવી પારંગત બની રહ્યા છે. કમ્પ્યુટરને કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ એક સ્વર્ણિમ તક છે. ત્યારે જાે બાળકો પ્રાથમિક શિક્ષણમાં જ રસ લઈને નવી સિદ્ધિ હાસંલ કરતા થાય તે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ જ જરૂરી છે.