સુખપરમાં સાઈકલથી ફટાકડા લેવા જતા નવ વર્ષીય બાળકની બાઈકે હડફેેટે લીધો

0
27

કુકમા પાસે અંજારના બાઈક ચાલકને અકસ્માત નડયો : રાપરમાં ડમ્પર-ટ્રેલર ભટકાતા ચાલકને ઈજા

ભુજ : તાલુકાના સુખપર ગામે મફતનગર નજીક હનુમાનજી મંદીર પાસે નવ વર્ષીય બાળક ફટાકડા લેવા માટે સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈક ચાલકે હડફેટે લીધો હતો. કૃનાલ અનીલ જંગમ (બાવાજી) (ઉ.વ.૯)ને અજાણયા બાઈક ચાલકે હડફેટે લેતા મોથાના ભાગે નાક તથા હોઢ પર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.કુકમા ગામે બિસ્મીલ્લા લોહ પાસેથી ભુજ તરફ આવતા અંજારના મનીષ હરીલાલ બૃદ્ધભટ્ટી (ઉ.વ.૪૬) ત્યારે બાઈક કોઈક સાથે ભટકાતા ખભાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેથી સારવાર માટે ભુજ ખસેડાયા હતા.રાપર તાલુકાના ડાવરી-દેશલપર રોડ વચ્ચે ડમ્પર ભરીને જાટાવાળાથી મોરબી નરશીભાઈ વેલાભાઈ રબારી (ઉ.વ.૩૦) જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતું ટ્રેલર સાથે ડમ્પર ભટકાતા નરશીભાઈને પડખાના તથા પગના ભાગે ઈજાઓ પહોંચી હતી જેથી પ્રાથમીક સારવાર માટે ભચાઉ બાદ વધુ સારવાર માટે ભુજ ખસેડાયો હતો.