તુણા મારફતે દરીયાઈ વિશ્વ વ્યાપારના ખુલ્યા નવા દ્વાર

0
34

  • ડીપીએ-કંડલાની વિકાસસિદ્ધીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું

કેન્દ્રની કેબીનેટ દ્વારા ડીપીએ-કંડલાની વિકાસ યોજના તુણા ટેકરા ખાતે મલ્ટીપર્પઝ કાર્ગો જેટી તથા કન્ટેનર ટર્મિનલ વકસાવવાની મહત્વકાંક્ષી પ૯૬૩ કરોડની યોજનાને લીલીઝંડી મળતા સંકુલમાંથી મળ્યો ઉમળકાભેર આવકાર : કન્ટેઈનર ટર્મિનલ અને મલ્ટીપર્પજ કાગો બર્થને કેન્દ્રીય કેબીનેટની લીલીઝંડી

અદાણીજુથ-દુબઈ પોર્ટ વર્લ્ડ અને કુવૈત ટર્મિનલે રસ દાખવ્યો : તુણા ટેકરાના પ્રોજેકટ માટે ત્રણ કંપનીએ દાખવ્યો છે રસ

હવે ડીપીએ કાર્ગો હેન્ડલીંગની ૩૦૦ મિલિયન પ્રતિવક્ષ પરિવહનની ક્ષમતા ધરાવનાર પ્રથમ પોર્ટ બની જશે : કન્ટેઈનર ટર્મિનલથી રોજગારીની ક્ષમતામાં વધારો થશે : કચ્છ ગુજરાતમાં વિદેશી રોકોણો વધવાની ઉજળી શકયતાઓ : સ્થાનિકના અંથતંત્રમાં ફુંકાશે નવો પ્રાણ : બે નવા ટર્મિનલ બનવાથી કન્ટેનર ટ્રાફીકમાં થશે મોટો ઈજાફો : વેરહાઉસ-ટ્રાન્સપોર્ટેશન સહિતના મામલે વ્યાપાર-ધંધાનો થશે મોટો વિકાસ : ગાંધીધામ-કંડલા સંકુલમાંથી કેન્દ્રીય કેબીનેટ

દરીયાઈ ક્ષેત્રને વેપારનો હબ બનાવવાની દીશામાં તુણા ટેકરાના બે પ્રોેજેકટ બની રહેશે મહત્વકાંક્ષી, દેશમાં પોર્ટ લેડ ડેવલપમેન્ટની દીશામાં પણ દર્શાવશે પથ : દેશના અનેક રાજયો કે જે દરીયાઈ સીમા નથી ધરાવતા તેવા ક્ષેત્રોને પણ આ પ્રોજેકટનો મળશે લાભ : વડાપ્રધાનશ્રીનું ટવિટ – બન્ને પ્રોજેકટના સાક્ષાત્કારથી પીએમશ્રી નરેન્દ્રભાઈના એમઆઈવી-ર૦૩૦ના લક્ષ્યાંકને સીદ્ધ કરવામાં મળી શકશે સફળતાઃ ડીપીએ પ્રશાસન – પોર્ટ આધારિક વિકાસની દીશામાં આ યોજના બનશે દીશાસુચક : સર્વાનંદ સોનેવાલ(કેન્દ્રીય શીપીંગ મંત્રી)નું ટવિટ

પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ હેઠળ બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર ધોરણે કન્ટેનર ટર્મિનલના વિકાસને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી : દીનદયાળ પોર્ટના અદ્યતન વિકાસથી દરિયાઇ માર્ગે વેપાર માટે ગુજરાત અન્ય રાજ્યો માટે મહત્વપૂર્ણ સ્થાન બનશે : ગુજરાત દેશમાં ૪૦ ટકા કાર્ગો હેન્ડલીંગ કરે છે : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યકત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ કંડલાના દીનદયાળ પોર્ટ પર તુણા-ટેકરી ખાતે જાહેર-ખાનગી ભાગીદારી હસ્તક બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) માધ્યમથી કન્ટેનર ટર્મિનલ વિકસિત કરવાની મંજૂરી આપી છે.રૂ. ૪,૨૪૩.૬૪ નો સંભવિત ખર્ચ કન્સેશનિયરના ભાગે રહેશે જ્યારે સામાન્ય યુઝર સુવિધાઓનો રૂ. ૨૯૬.૨૦ કરોડનો ખર્ચો કન્સેશનિંગ ઓથોરિટીનો ભાગ રહેશે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી, ભવિષ્યમાં કન્ટેનર કાર્ગો ટ્રાફિકમાં થતી વૃદ્ધિમાં તે સહાયતા પૂરી પાડશે. ૨૦૨૫ સુધીમાં, ૧.૮૮ મિલિયન TEUs નો નેટ ગેપ ઉપલબ્ધ થશે જે તુણા ટેકરી દ્વારા પૂરો કરી શકાય છે. તુણા ખાતે અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલનો વિકાસ થવાથી વ્યૂહાત્મક લાભ પણ છે.કારણ કે તે બંધ કન્ટેનર ટર્મિનલ હશે જે ઉત્તર ભારતના વિસ્તારો (જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન) ના મોટા અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપશે. કંડલાની વ્યાપારિક ક્ષમતામાં વધારો કરવા ઉપરાંત, આ પ્રોજેક્ટ અર્થતંત્રને વેગ આપશે અને રોજગારીનું સર્જન કરશે.મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના આ દીનદયાળ પોર્ટના અદ્યતન વિકાસ માટેના કાર્યને મંજૂરી આપવા અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો હ્યદયપૂર્વક આભાર વ્યકત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ૧૬૦૦ કિલોમીટર લાંબો વ્યૂહાત્મક સમુદ્ર કિનારો ધરાવતું ગુજરાત દેશના કુલ કાર્ગો હેન્ડલીંગમાં ૪૦ ટકાનું યોગદાન આપે છે.હવે, દીનદયાળ પોર્ટના આ નવતર વિકાસ માટે કેન્દ્રીય કેબિનેટની મળેલી મંજૂરીના પરિણામે ગુજરાત દરિયાઇ માર્ગે વેપાર માટે અન્ય રાજ્યો માટે મહત્વપૂર્ણ રાજ્ય બનશે. એટલું જ નહિ, પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં પણ ગુજરાત વધુ સક્રિયતાથી યોગદાન આપી શકશે. આ પ્રસ્તાવિત પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા મારફતે ખાનગી ડેવલપર/બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર(BOT) ઓપરેટર દ્વારા (BOT) ધોરણે વિકસાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. ૩૦ વર્ષના સમયગાળા સુધી નિયુક્ત કાર્ગો સંચાલન માટે કન્સેશનર ((BOT ઓપરેટર) અને કન્સેશન ઓથોરિટી (દીનદયાળ પોર્ટ) દ્વારા અમલ કરાયેલ કન્સેશન એગ્રીમેન્ટ (CA) હેઠળ પ્રોજેક્ટની ડિઝાઇન, એન્જિનિયરિંગ, ધિરાણ, પ્રાપ્તિ, અમલીકરણ, તેમજ સંચાલન અને જાળવણી માટે કન્સેશનર જવાબદાર રહેશે. કન્સેશનિંગ ઓથોરિટી કોમન એક્સેસ ચેનલ અને કોમન રોડ જેવા કોમન સહાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જવાબદાર રહેશે.આ પ્રોજેક્ટમાં રૂ. ૪,૨૪૩.૬૪ કરોડના ખર્ચે સંલગ્ન સુવિધાઓ સાથે એક સમયે ત્રણ જહાજોને હેન્ડલ કરવા માટે ઑફ-શોર બર્થિંગ સ્ટ્રક્ચરનું નિર્માણ અને વાર્ષિક ૨.૧૯ મિલિયન TEUs ની હેન્ડલિંગ ક્ષમતાનો સમાવેશ થાય છે.શરૂઆતમાં આ પ્રોજેક્ટ ૬૦૦૦ TEUના ૧૪ ડ્રાફ્ટના જહાજોને સુવિધા પૂરી પાડશે અને તેના માટે ૧૫.૫૦દ્બની ક્ષમતાની કોમન ચેનલ બનાવવામાં આવશે જે ચોવીસ કલાક સુધી ૧૪દ્બ ડ્રાફ્ટના જહાજોને નેવિગેટ કરશે. તેનું નિર્માણ અને સંચાલન ક્ન્સેશનિંગ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે. કન્સેશન પીરિયડ દરમિયાન કન્સેશનર પાસે ૧૮દ્બની ડ્રાફ્ટ સુધીના જહાજોને હેન્ડલ કરવાની સ્વતંત્રતા હશે. તેના માટે તેઓ અપ્રોચ ચેનલને ઉંડીં, પહોળી કે બર્થ પોકેટ અથવા તો ગોળાકાર કરી શકે છે. ડ્રાફ્ટ વધારવાની દરખાસ્ત સમયે એક્સેસ ચેનલને કન્સેશનિંગ ઓથોરિટી અને કન્સેશનર વચ્ચે ખર્ચની ભાગીદારી કરીને પરસ્પર કરારના આધારે વધારી શકાય છે. દીનદયાળ પોર્ટ ભારતના ૧૨ મેજર પોર્ટ પૈકી એક છે જે ગુજરાતના કચ્છ જિલ્લાના કંડલા ખાતે છે. આ પોર્ટ પરથી મુખ્યત્વે ઉત્તર ભારત (જમ્મુ કાશ્મીર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન)માં સેવાઓ પહોંચે છે. ભારતના મુખ્ય બંદરોમાં કાર્ગો હેન્ડલીંગમાં, સતત ૧૫મા વર્ષે દીનદયાળ પોર્ટ પ્રથમ સ્થાને છે. અહીં વર્તમાન કાર્ગો હેન્ડલીંગ ક્ષમતા ૧૬૫ MTPAની છે અને ૨૦૩૦ સુધીમાં ૩૦૦ મિલિયન ટન કાર્ગોની ક્ષમતા ધરાવતા મેજર પોર્ટ નિર્માણનું મેરીટાઇમ ઇન્ડિયા વિઝન ૨૦૩૦ સાકાર થવાની દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ બનશે.