કાસેઝમાં નાપાક હવાલાકાંડ? :આમીયાચંદ્રના પાપ હજુ’ય કેટલા છાપરે ચડીને પોકારશે?

0
41

  • ટેરર કે, પોલીટીકલ ફડીંગ? ATSની લટાર સૂચક ?

ભારતમાં નાપાક હવાલા કાંડના લીધે ગાંધીધામ-કચ્છ સંકુલમાં એટીએસ-એસજીએસટી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કાસેઝમાથી ગુટખા સલગ્ન એક વેપારીને ઉપાડયો, મોટા માથાની કડીમાં ઉઠાવ્યો અને પુછતાછ બાદ છોડી મુકયાની ચકચાર લાલબત્તીરૂપ

ગાંધીધામ : ગુજરાતમાં એકતરફ વિધાનસભાની ચૂંટણીનો માહેાલ ગરમાયેલો છે ત્યારે બીજીતરફ સુરક્ષા એજન્સીઓ પણ ગંભીર પ્રકારના સંવેદનશીલ મુદાઓ પર બરાબરની તવાઈ બોલાવી રહી હોવાનો વર્તારે સામે આવવા પામી રહ્યો છે. દરમ્યાન જ પાકીસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છમાં પણ એટીએસ જેવી એજન્સીની ધાક બેસાડતી કાર્યવાહીના ઘટનાક્રમો પણ સામે આવવા પામી રહ્યા છે.આ બાબતે ચર્ચાતી વધુ વિગતો અનુસાર તાજેતરમાં જ ગુજરાત એટીએસ તથા સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા રાજયવ્યાપી બોગસ આઈટીસી મેળવનારા તથા વિદેશથી હવાલાફંડ મેળવી તેનો ખોટા ઉપયોગ કરનારાઓ પર તવાઈ બોલાવી હતી અને ગાંધીધામમાં પણ ત્રણ જેટલા વેપારીઓ પર આ પ્રકારના સર્ચ અને સર્વે હાથ ધરવામાં આવ્યા હોવાનુ કહેવાયુ હતુ જેમાંથી એકને મુકત કરી દેવાયો હતો અને બે વેપારીઓની લંબાણપૂર્વક તપાસ કરવામા આવી હતી દરમ્યાન જ આ એક વેપારી કાસેઝમાં યુનિટ ધરાવતો હોવાનુ પણ તે વખતે બહાર આવ્યુ હતું.એટીએસ દ્વારા આજથી ત્રણથી ચાર દીવસ પહેલા જ કાસેઝમાથી આ વેપારીને ઉઠાવ ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હોવાનુ કહેવાય છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર કાસેજમાં આ વેપારી પાન મસાલાનુ યુનિટ ધરાવી રહ્યો છે અને કોઈ મોટા માથાઓની તપાસની કડીમાં તેનુ નામ પણ વિદેશથી બોગસ ફંડની હેરફેર એટલે કેમની લોન્ડ્રીંગ-હવાલા રેકેટમાં બહાર આવવા પામ્યુ હતુ જેનાથી એટીએસ દ્વારા તેને ઉઠાવી અને સઘન પુછતાછ કરી હોવાનુ માલુમ પડી રહ્યુ છે. આજરોજ આ બાબતે મળતી વધુ માહીતી અનુસાર તેને છોડી દીધો હોવાનુ પણ બહાર આવવા પામી રહ્યુ છે.નોંધનીય છે કે, આમ તો આ દરોડાઓમાં કચ્છના જે ત્રણ વેપારીઓ સાણસામાં લેવાયા હતા તેમાંથી બે સામે કાર્યવાહી થઈ જ્યારે એકને મુકત કરાયો તે આ કાસેઝનો વેપારી જ કહેવાય છે આ કાસેઝના વેપારીએ એક્ષપોર્ટ સલગ્ન તમામ આધારો રજુ કરી દીધા હોવાથી તેને મુક્ત કરી દીધો હોવાનું કહેવાય છે પરંતુ બીજી તરફ કાસેઝમાં અલગ અલગ એજન્સીઓ બાદ હવે એટીએસને પણ ત્રાટકવુ પડે તો તે ચિંતા જનક જ કહેવાય.જાણકારો આ તબક્કે કહી રહ્યા છે કે, કાસેઝમાં આમીયાચંદ્રના સમયકાળમાં જે કોઈ પરવાના અપાયા છે તેમાથી મોટાભાગના ગુન્હાહિત રેકર્ડમાં એક પછી એક ચકચારમાં આવી રહ્યા છે. કાસેઝને સુરક્ષિત બનાવવાના પોકળ દાવા કરનાર આમીયાચંદ્રએ ગુન્હેગારોને માટે કાસેજના દરવાજા મોકળા કરી દીધા હોય તેવી સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે.

વિમલા પર એજન્સીની લાલઆંખ?

ઝોનની પાનસમાલા સલગ્ન પેઢીમાં તપાસની ચકચાર
ગાંધીધામ : ટેરર અને પોલીટીકલ ફડીંગની દીશામાં હવાલાથી આવતી રકમો પર એટીેએસ તાજેતરમા જ ત્રાટકી હતી અને તેમાં કચ્છમાં પણ ત્રણ વેપારીઓને સાણસામાં લીધા હતા જેમાથી એક વેપારી કાસેઝ-ઝોનનો હોવાનુ મનાય છે. કહેવાય છે કે, અહી પાન મસાલા સલગ્ન પેઢી પર એટીએસ – જીએસટી દ્વારા કરવામાં આવી હતી.

જામનગરવાળા નરેન્દ્રની સામે ધોક્કો પછાડો

દાણચોરોને કસ્ટમના અમુક ભ્રષ્ટ તત્વોની સાથે મળીને છટકબારીઓ, બચાવના રસ્તાઓ, ખોટા ધંધાના કીમીયાઓ આ નરેન્દ્ર નામની બલા જ શીખવાડે છે
ગાંધીધામ : કાસેઝમાં જો બેનંબરી ધંધાઓને અટકાવવા જ હોય તો નાના મોટા છુટપુટીયાઓની સામે કાર્યવાહી કરવાથી કાંઈ જ નહી થાય. જાણકારો કહે છે કે, જામનગરથી આવી ચડેલા અને કાસેજમાં સિગારેટ સ્મગલીંગ સહિતના બેનંબરી ધંધાઓના રસ્તાઓ કસ્ટમવાળાની મીલીભગતથી સૌને શીખવાડનારો આ નરેન્દ્ર જ છે. નરેન્દ્રની સામે જયા સુધી ધોક્કો નહી પછાડાય ત્યાં સુધી કાસેજમાં શાંતી થવા પામી શકશે નહી તેવુ જાણકારો કહી રહ્યા છે.

ગુટખાની પેઢીઓ ઝોનમાં અગાઉ પણ આવી ચૂકી છે ચકચારમાં

ઝોનમાં રજીસ્ટર્ડ થયેલ કંપનીનું ઝોનની દિવાલની બહાર જ પૂર્વ કચ્છ પોલીસે અગાઉ ઝડપયું હતુ મોટુ કારખાનુ, ર૭ લાખનો ગુટખાનો જથ્થો-મશીનરી કરી હતી ઝપ્તે.., ઝોનના ગુટખાની કંપનીનો જથ્થો બહાર કેવી રીતે આવી શકે?

ગાંધીધામ : એટીએસ દ્વારા કાસેજમાં જે તપાસ કરવામાં આવી છે તેમાં થતી ચર્ચાઓ અનુસાર પાન મસાલા સલગ્ન કેાઈ પેઢીને તપાસ હેઠળ લેવાઈ હશે તો તેમાં કહેવુ જ રહ્યુ કે, અગાઉ પણ કાસેજની પાન મસાલા સલગ્ન પેઢી વિવાદમાં આવતી જ રહી છે. થોડા વરસ પહેલા કાસેઝની જ રજીસ્ટર્ડ અને મેન્યુફેકચરીંગ યુનિટવાળી ગુટખાની એક કંપનીનો ર૭ લાખનો અંદાજીત જથ્થો કચ્છ પોલીસે સેઝ આસપાસથી જ ઝડપી પાડયો હતો. અને તે વખતે પણ આ ગુટખા કંપનીમાં બોગસ ટેક્ષ ચોરીને લઈને રેલો મુંબઈ સુધી લંબાવવા પામયો હતો. હાલમાં પણ જો કોઈ પાન મસાલાવાળી પેઢી જ ઝપ્ટે ચડી હશે તો તેમાં ચોકકસથી બોગસ ઈન્વોઈસીસ બની હોઈ શકે અને ટેક્ષ ચોરીની તગડી રકમ અથવા તો જીએસટીચોરી કરી અને ગુટખાના માલની હેરફેર થઈ હોવાનુ બહાર આવવા પામી શકે તેમ માનવુ વધુ પડતુ નહી કહેવાય.

  • ATS ઉપરાંત GSTકરે કડકાઈ
    ગાંધીધામ સંકુલની માય-યશ એન્ટરપ્રાઇજના એબેનઈશીયો કરવા જોઈએ તત્કાળ રદ્‌

સ્ટેટ જીેએસટીની રાજકોટ કમિશ્નરના ગાંધીધામ કચેરીના અધિકારીઓએ કરવી જોઈએ લાલઆંખ

ગાંધીધામ : કચ્છમાં એટીએસ અને સ્ટેટ જીએસટી દ્વારા જે સંયુકત ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હતુ તેમાં ત્રણ પેઢીઓ સાણસામાં લેવાઈ હતી. જાણકારો કહી રહ્યા છે કે, આ ત્રણમાથી એક કાસેઝના વેપારીની પુછતાછ કરી અને તેના આધારો માન્ય રખાયા હોવાથી તેમને મુકત કરી દેવામાં આવ્યા હતા જયારે બે પેઢીઓના બોગસ આધારો મળી આવવા પામ્યા છે. જેમાં માય એન્ટ્રપ્રાઇજ અને યશ એન્ટરપ્રાઇજનો સમાવેશ થવા પામી રહ્યો છે. એટીએસ જયારે આવી કાર્યવાહીમાં સાથે રહી કડકાઈ દાખવી જ રહી છે, તયારે સ્ટેટ જીએસટીની ટીમે પણ માય-યશ એન્ટરપ્રાઇજ જેવી પેઢીઓના એબેનઈશીયો વિના વિલંબે રદ કરી દેવા જોઈએ