“બેટીયા બને કુશલ” થીમ અંતર્ગત રાષ્ટ્રીય પરિષદ યોજાઈ

0
34

કચ્છ જિલ્લામાં “બેટી બચાઓ, બેટી પઢાઓ”યોજના અંતર્ગત થયેલ કામગીરી અને બિન પરંપરાગત કાર્ય સાથે જોડાયેલ મહિલાઓ વિષે પ્રેઝન્ટેશન કરાયુ

ગુજરાત રાજયમાંથી કચ્છ અને સુરત, પોરબંદર જિલ્લાએ ભાગ લીધો

૧૧ ઓક્ટોબરના “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અન્વયે “બેટીયા બને કુશલ” થીમ અંતર્ગત રાષ્ટ્રીય પરિષદ વિજ્ઞાન ભવન, નવી દિલ્લી ખાતે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. “Skilling in Non Traditional Livelihood for Girls” થીમ આધારિત આ પરિષદમાં ગુજરાત રાજયમાંથી સુરત, પોરબંદર ઉપરાંત કચ્છ જિલ્લાનો સમાવેશ થયેલ હતો અને કચ્છ જિલ્લા તરફથી કલેકટરશ્રીના પ્રતિનિધિશ્રી તરીકે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવેએ ભાગ લીધો હતો. આ પરિષદમાં કચ્છ જિલ્લામાં “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગતની કામગીરી ઉપરાંત કચ્છ જિલ્લામાં તથા ગુજરાત રાજ્યમાં બિન પરંપરાગત કાર્ય સાથે જોડાયેલ મહિલાઓ વિષે પ્રેઝન્ટેશનના માઘ્યમથી મહિલાઓ દ્વારા છકડા/રિક્ષા ચલાવવાનો, ફોટોગ્રાફી વિડિયોગ્રાફી વગેરે વ્યવસાય વિષે આ રાષ્ટ્રીય પરિષદમાં માહિતી રજૂ કરવામાં આવી હતી એમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અધિકારીશ્રીની કચેરી દ્વારા જણાવાયું હતુ.