રાપરમાં તળાવમાં ડુબી જવાથી પરપ્રાંતીય યુવકનું મોત

0
52

તુણા ગામે વૃદ્ધે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો

રાપર : તાલુકાના રાસાજી ગઢડા ગામના તળાવમાં પાણી ભરવા જતી વેળાએ પરપ્રાંતીય યુવકનું પગ લપસી જતા ડુબી જવાથી મોત નિપજયું હતું, જે અંગે બાલાસર પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી. તો અંજારના તુણા ગામે વૃદ્ધે ગળેફાંસો ખાઈ લીધો હતો.બાલાસર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ વાલા રામ દુર્ગારામ માજીરાણા (રહે. રાપર) મુળ રાજસ્થાન વાળો રાસાજી ગઢડા ગામના તળાવમાં સાંજે છ વાગ્યાના અરસામાં પાણી ભરવા માટે ગયો હતો, જયાં પગ લપસી જતા તળાવમાં ડુબી જવાથી સારવાર માટે રાપર સીએચસી ખાતે લઈ જવાયો હતો જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.બીજી તરફ અંજાર તાલુકાના તુણા ગામે રહેતા ઈશા જુસબ બાપડા (ઉવ.પપ) નામના વૃદ્ધ ગત રાત્રે દસ વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે આદીપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો, જેથી કંડલા મરીન પોલીસ આગળની તજવીજ હાથ ધરી હતી.