આધેડ મહિલાના નાકમાંથી સતત વહેતું મગજનું પાણી જીવલેણ બને તે પહેલા જ રોકી દેવાયું

0
94

જી.કે. જનરલ હોસ્પિટલની ઈએનટી અને એનેસ્થેટિક ટિમનું સયુક્ત ઓપરેશન

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં મહિલાની ખોપરીના આગળના ભાગે ક્ષતિ ઉભી થતાં મગજનો ભાગ આગળ આવી ગયો જેથી મગજનું પાણી સતત નાક વાટે વહી જતું હોવાથી ઈએનટી વિભાગે જાેખમ સર્જાય તે પહેલા જ તાબડતોબ અતિ આધુનિક દુરબીનથી શસ્ત્રક્રિયા કરી આ પ્રક્રિયા જીવલેણ બનતી અટકાવી દીધી હતી.
જી.કે . જનરલ હોસ્પિટલના ઈએનટી વિભાગના હેડ ડો. નરેન્દ્ર હિરાણીએ સુખપર નવાવાસ ગામના લખીબેન (ઉ.વ. ૫૮)નું સફળ ઓપરેશન કર્યા બાદ જણાવ્યું હતું કે, નાક વાટે વહેતું મગજનું પાણી નીકળી જાય તો દર્દીને લકવો, કોમા કે કયારેક મૃત્યુ પણ થઇ શકે. આ જાેખમ નિવારવા તાત્કાલિક દુરબીનથી ઓપરેશન કરી મગજના ભાગને મૂળ સ્થિતિમાં મૂકી પાણી વહેતું અટકાવી દેવાયું. આ વહેતું પાણી મગજનું પણ હોઇ શકે એટલે બીટા-ટુ-ટ્રાન્સફેરિન પ્રકારનું બ્લડ ટેસ્ટ અને એમઆરઆઇ કરાવ્યું તો લખીબેનના મગજમાંથી જ પાણી આવતું હોવાનું નિદાન પાકું થઇ ગયું અને એવું પણ જણાયું કે,ખોપરીના હાડકાની ક્ષતિને કારણે મગજનો ભાગ આગળ આવી જતાં આવું થયું હતું. તેની જટિલતા એટલી હતી કે દુરબીન સિવાય કોઇ વિકલ્પ જ ન હોતો.
ચીફ મેડિકલ સુપ્રિ. ડો.હિરાણીએ કહયું કે,આ ઓપરેશન કપાળમાંચી રોપાડી અને ખોપરી નું હાડકું કાઢીને પણ કરવામાં આવેછે પરંતુ આવું કરવા જતાં મગજને ચેપ લાગી શકે છે. કદાચ પાણી વહેવાનું પુનરાવર્તન પણ થઇ શકે અને હોસ્પિટલમાં લાંબો સમય પણ રહેવું પડે આ બાબત નિવારવા દુરબીનથી નાક દ્વારા ઓપરેશન કર્યુ. આ ઓપરેશનમાં કાન, નાક, ગળાના તબીબો ડો. રશ્મિ સોરઠીયા, સિની. રેસી ડો. નિસર્ગ દેસાઇ અને હેતલ જાેશી જયારે એનેસ્થેટિક વિભાગના ડો. મંદાકિની અને ડો.ખ્યાતિ જાેડાયા હતા.