દેવળિયા પાસે છરા -દારૂ ગોળો અને બંદુક સાથે આધેડ ઝડપાયો

0
42

ગાંધીધામ : હાલમાં ચૂંટણીને લઈને આચારસંહિતા હોતા પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે એ દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે અંજાર તાલુકાના દેવળિયા પાસે છરા, દારૂ ગોળો અને બંદુક સાથે આધેડ મળી આવતા આ મુદ્દામાલ કયાં લઈ જવામાં આવતો હતો, તેની તપાસ શરૂ કરવામાં આવી છે.એસઓજીએ કરેલી આ કાર્યવાહીમાં દેવળિયા ગામે મુસ્લિમ વાસમાં રહેતા અલીમામદ કાસમભાઈ મથડાના કબ્જામાંથી પ હજારની દેશી બંદુક તેમજ એક ચામડાના થેલામાં અલગ અલગ થેલીઓ મળી આવી હતી, જેમાં લખોટી સાઈઝના લોખંડના ૧ર છરા, મીડીયમ સાઈઝના ૧પ૭ છરા, ૩૮ ચાપડી અને એલ્યુમિનિયમની બોટલમાંથી ૧૦૦ ગ્રામ દારૂ ગોળો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી તેની સાથે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.