નાના કાદિયાની વાડીમાં પડી જતા આધેડનું મોત

0
46

નખત્રાણા : તાલુકાના નાના કાદિયા ગામે આવેલી વાડીમાં પડી જવાથી આધેડનું મોત થતા નખત્રાણા પોલીસે એડી દાખલ કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ નાના કાદિયા ગામે રહેતા દિલીપ આત્મારામ પાયણ નામના પ૦ વર્ષિય આધેડ ઉખેડા રોડ પર મોહનભાઈ ગોહિલની વાડીએ પાણી વાળતા હતા ત્યારે પાણીના ઢોરિયામાં પડી જતા ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે લાઈફકેર હોસ્પિટલ નખત્રાણા લઈ જવાયા હતા. જ્યાં તેઓએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ તરફ અંજારમાં અજાણ્યો વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને સારવાર માટે ભુજ લવાતા તબીબે મૃત જાહેર કર્યો હતો.