રાપરના મોડા ગામે ફાંસો ખાઈને આધેડનો આપઘાત

0
34

રાપર : તાલુકાના માડા ગામે રહેતા આધેડે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આડેસર પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ મોડાથી સણવા જતા રોડ પર આ બનાવ બન્યો હતો. મોડા ગામે રહેતા ૫૦ વર્ષિય શંભુભાઈ ધનાભાઈ ભટ્ટીએ ગત તા. ૪ના રાત્રિના ૮થી ૯ના અરસા દરમિયાન મોડાથી સણવા જતા રોડ પર કોઈપણ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેઓને પલાસવા સીએચસીમાં લઈ જવાયા હતા. પરંતુ તબીબે મૃત જાહેર કર્યા હતા. હતભાગીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે જાણવા આડેસર પોલીસે તપાસ હાથ ધરી છે.