બન્ની વિસ્તાર માટે ફોરેસ્ટ સેટલમેન્ટની કાર્યવાહીને વેગ આપવા રાજય સ્તરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

0
81

આજરોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી નીમાબેન આચાર્યએ કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના ઉત્તરે આવેલ બન્ની વિસ્તાર માટે ફોરેસ્ટ સેટલમેન્ટની કાર્યવાહીને વેગ આપવા વન – પર્યવારણના મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા વિભાગના રાજય સ્તરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજેલ હતી. ભારત સરકારે બન્ની વિસ્તારને રીર્ઝવ ફોરેસ્ટ તરીકે જાહેર કરેલ છે. બન્ની વિસ્તારના ફોરેસ્ટ સેટલમેન્ટની કાર્યવાહી લાંબા સમયથી વન વિભાગમાં પડતર છે. બન્નીનો વિસ્તાર કચ્છ રાજય વખતથી પ્રોટેકટેડ જંગલ તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે તે વખતે સેટલમેન્ટની કાર્યવાહી કોના દ્વારા કાર્યવાહી કરવાની થાય છે તે નકકી થતુ ન હતું.

જેથી આ વિસ્તારમાં વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી બન્ની વિસ્તારની પ્રજાની માંગણી હતી. જો ફોરેસ્ટ સેટલેમેન્ટની કાર્યવાહી સમય-મર્યાદામાં પૂર્ણ થાય તો જ બન્ની વિસ્તાર હેઠળ આવતા ગામોને રેવન્યુ દરજજો મળે અને સ્થાનિક નાગરિકોને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી શકે આ હેતુ નજર સમક્ષ રાખીનેવિધાનસભાના અધ્યક્ષશ્રી ર્ડા. નીમાબેને વન મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને વન વિભાગના અધિકારીશ્રીઓને મહેસુલ વિભાગના પરામર્શમાં રહીને લાંબા સમયથી પડતર આ પ્રશ્નનો હકારાત્મક અને પરિણામલક્ષી ઉકેલ લાવવા જણાવ્યું હતું.

આ ઉપરાંત ભુજ તાલુકાના ઝુરા ગામ નજીક કાયલા ડેમથી દૂર હેઠાવાસમાં કાયલા-ર તટની સિંચાઇ યોજનાના સૂચિત બાંધકામ અંગે વન વિભાગના ધારાધોરણ જાળવીને એન.ઓ.સી. આપવા તેમજ ભુજ તાલુકાના કાઢવાંઢ ગામે સિંચાઇ વિભાગ મંજૂરી થયેલ કામને પણ વન વિભાગ દ્વારા સત્વરે એન.ઓ.સી. આપવા સૂચના આપેલ હતી.