બસ સ્ટેશન પર ગાંધીધામની મહિલાના ગળામાંથી મંગળસુત્ર સેરવી લેવાયું

0
38

ખીસ્સા કાતરૂઓથી સાવધાન…. જિલ્લામાં બારાતુ ટોળકી ઉતરી પડી

ભુજ : માતાનામઢના દર્શનાર્થે હજારો પ્રવાસીઓ કચ્છ આવી રહ્યા છે ત્યારે ખીસ્સા કાતરુઓની ટોળકી પણ આવી પહોંચી છે. શહેરીજનોને ખીસ્સા કાતરુઓથી સાવધાન રહેવાની જરુર છે કેમ કે બસ સ્ટેશન પાસે ચીજવસ્તુ શેરવી લેવાનો ત્રીજો બનાવ સામે આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ ખાતે રહેતા હંસાબેન પ્રવીણભાઈ ભદ્રા (ભાનુશાળી) નલીયા જવા માટે ગાંધીધામથી નિકળયા હતા, ભુજની બસમાં આવ્યા બાદ ભુજ ડેપો પર ઉતર્યા હતા અને ત્યાંથી નલિયાની બસમાં જવા માટે નિકળયા હતા ત્યારે અચાનક ખબર પડી કે ગળામાં પહેરેલો મંગલસુત્ર શેરવી લેવાયો છે. બસમાં ચડતી વેળાએ ગીરદીનો લાભ લઈ અમુક બારાતુ ટોળકીઓ બનાવને અંજામ આપી રહી છે ત્યારે ગઈકાલે બારોઈના શખ્સના ખીસ્સામાંથી એક લાખ રુપીયા ભરેલી થેલી શેરવી લેવાઈ હતી. તો બીજી તરફ વસંત અજાણી નામની મહિલા ભુજ-માંડવી બસમાં જતા હતા ત્યારે ધુણઈ ગામ પાસે પોતાના ગળામાં પહેરેલો મંગલસુત્ર ગુમ થઈ ગયો હોવાની જાણ થઈ હતી.