કટારિયાની હોટલ પાસે બંદુક સાથે શખ્સ ઝડપાયો

0
96

ભચાઉ : તાલુકાના કટારિયા નજીક એક્તા હોટલ પાસે આવેલા કાચા માર્ગ પર વોચમાં રહેલી લાકડિયા પોલીસે બંદુક સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો. જુના કટારિયાના ખોડિયારનગરમાં રહેતા આમદ કાસમ રાઉમા પાસે વગર પાસ પરમિટની દેશી હાથ બનાવટની ૧૦ હજારની કિંમતની બંદુક મળી આવી હતી, જેથી ગુનો દાખલ કરાયો છે. આરોપી અગાઉ છ વખત દારૂ પીધેલી હાલતમાં લાકડિયા પોલીસના હાથે જ ઝડપાઈ ગયો હોવાનું પોલીસે જાહેર કર્યું છે.