યુપીનો શખ્સ જામીન પર છુટતા જ કુખ્યાત ચિટરો સામે નોંધાવી ફરિયાદ

0
27

ભુજ : ગત ર૦ર૧ના કુખ્યાત ચીટરની પત્નીએ યુ.પી.ના શખ્સ અને તેના મિત્ર સામે ઘરે આવી ધાકધમકી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ બે શખસો સામે એ ડિવિજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં પેરોલ ફરલો સ્કવોડની ટુકડીએ નોઈડાથી આરોપીની અટકાયત કરી લીધા બાદ આરોપી જામની પર છુટતા જ ચીટર ગેંગ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. પેરોલ ફરલો સ્કવોડની ટુકડીએ નોઈડાથી અમીત સોનીની અટક કરી હતી જે જામની પર છુટતા જ ભુજના ચીટર ગેંગના છ શખસો સામે ૧ર.૧૪ લાખની ફરિયાદ નોંધાવી હતી. એકાદ વર્ષ અગાઉ અમીત સોની જાહેરખબર જોઈને નીલેશ પટેલ ઉર્ફે હનીફ શેખડાડાનો સંપર્ક કર્યો હતો, હનીફે તેને ભુજ આવી તેના શેઠ કૌશિક પટેલ ઉર્ફે દિલાવર કકલને મળવા જણાવ્યું હતું. અમીતને શીશામાં ઉતારવા માટે આરોપીઓ પ્રથમ બે વાર દસ ટકાના ઓછા ભાવે સોનાના બિસ્કીટ આપી ખોટ ભોગવી લઈ અમીતને ફાયદો કરાવ્યો હતો. અમીતને વિશ્વાસ આવી જતા ગત ર૪-૯-ર૧ના ર૮ લાખ રુપીયા લઈ અમીત ભુજ આવ્યો હતો. નાણા આંગડીયા પેઢીમાંથી અમીત લીધા બાદ ચીટરોએ આંગડીયા નજીક જાવેદ ઈસ્માઈલ બલોચને મોકલ્યો હતો અને અમીતને નાણા આપી દેવા માટે જણાવ્યું હતું જો કે અમીત માલ મળશે પછી જ પૈસા મળશે તેમ કહેતા દિલાવરે તેના ગાંધીનગરી સ્થિત ઘરે બોલાવ્યો હતો જયાં જુસબ ક્કલ પણ હાજર હતો. અમીતને સોનાના બે બિસ્કીટ આપી બજારમાં ખરાઈ કરવા માટે મોકલાવ્યો હતો અને પૈસા મેળવી લીધા હતા. અમીત બજારમાં જઈ ખરાઈ કરી લીધા બાદ હનીફે તેને ફોન કરી કહ્યું હતું કે, માલ અહીંયા નહીં મળી શકે તમે અમદાવાદ પહોંચો ત્યાં માલ આપશું. જો કે અમીતને શંકા જતા પોતાના સાળા સાથે રીક્ષામાં સવાર થઈ દિલાવર કક્કલના ઘરે પહોંચી રુપીયા પાછા આપવાની માંગણી કરી હતી જેથી દિલાવરે અલ્ટો કારમાં બે શખસોએ સાત લાખ રુપીયા સાથે મોકલાવ્યા હતા અને દિલાવરે કહ્યું કે, સાત લાખ મોકલાવ્યા છે જે લઈને નિકળી જા નહીંતર જીવતો પરત ઘરે નહીં પહોંચી શક. અમીત રીક્ષામાં બેસી નિકળી ગયો ત્યારે પાછળથી ક્રેટા, અલ્ટો અને ફોર્ચુનર કારથી તેનો પીછો પણ કર્યો હતો. પોલીસે ફોટા બતાવ્યા બાદ અમીત સોનીએ દીલાવર ક્કલ, જુસબ ક્કલ, હનીફ શેખડાડા, જાવેદ ઈસ્માઈલ કુંભાર અને અલ્ટો કારમાં સાત લાખ આપવા આવેલા બે અજાણયા ઈસમો મળી કુલ છ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.