કચ્છનો એક શખ્સ ઈંગ્લીશ દારૂ સાથે જામનગરમાં ઝડપાયો

0
48

જામનગર એલસીબીએ ૩૩૧ બોટલ સહિત ૪.૩૭ લાખનો મુદામાલ કર્યો કબ્જે : આરોપીની પુછપરછમાં અન્ય બેના ખુલ્યા નામ

ભુજ : રાજયમાં દારૂની હેરાફેરી અને વેંચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં બુટલેગરો અન્ય જિલ્લાઓમાંથી જામનગરમાં શરાબ ઘુસાડવામાં સફળ થઇ રહ્યા છે. ત્યારે જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ધુંવાવ હાઉસીંગ બોર્ડ નજીકથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી એક કારને ઝડપી પાડી હતી. જેમાંથી વિદેશી દારૂની ૩૩૧ બોટલ સાથે ભચાઉ તાલુકાના વાઢીયા ગામના નરેશ ભગવાનદાસ સાધુને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં રાપરના સુરેશ કોળી અને જામનગરના પાર્થ જાબલીના નામ ખુલ્યા હતા. જેથી પોલીસે તેને ફરાર જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે કાર, મોબાઇલ સહિત ૪,૩૭,૪૦૦નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.