વુમન્સ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતો ગાંધીધામનો શખ્સ ઝબ્બે

0
38

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)ગાંધીધામ : આદિપુરમાં આવેલી ડરમાવે હોસ્પિટલ પાસે પોલીસે કાર્યવાહી કરીને વુમન્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સને ઝડપી પાડયો હતો.આદિપુર પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, આરોપી સુભાષનગર ગાંધીધામમાં રહેતો મોહિત ગણપતરામ ઠક્કરે પોતાના આર્થિક ફાયદા સારૂં હાલમાં ચાલી રહેલી વીમન્સ બીગ બેસ ટી-ર૦ની હોબાર્ટ હુરીકેન્સ સામે સિડની થંડર્સની મેચ દરમ્યાન ઓનલાઈન સટ્ટો રમાડતો હતો. બેટીંગમાં ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં સાઈટ પર પોતાની આઈડી મેળવી આ મોહિત ક્રિકેટ મેચનો સટ્ટો પોતે રમતો અને અન્ય ખેલીઓને રમાડતો હતો. જેથી રેડ કરીને તેનો મોબાઈલ તેમજ રોકડા રૂા. ૧ર,૮૦૦ મળી કુલ્લ ૩ર,૮૦૦ નો મુદ્દામાલ આદિપુર પોલીસે કબજે કરી તેની અટકાયત કરી હતી. મહત્વની વાત એ છે કે, અગાઉ માત્ર આઈપીએલની મેચો પર અને ભારતમાં રમાતી અથવા તો જે મેચમાં ભારતની ટીમ રમતી હોય તેના પર ઓનલાઈન સટ્ટો રમાતો પરંતુ હવે વિદેશની ડોમેસ્ટીક મેચો પર પણ ખેલીઓ સટ્ટો રમી નસીબ અજમાવી રહ્યા છે. ન માત્ર ક્રિકેટ પરંતુ ફુટબોલ, હોકીની સ્પર્ધાઓમાં પણ સટ્ટો ખેલાઈ રહ્યો છે.