ભચાઉના પ્લાસ્ટિકના ગોડાઉનમાં પ્રૌઢ પર મશીન પડતાં મોત

0
35

ભચાઉના સુખપરમાં ૧પ વર્ષિય સગીરાએ એસીડ પીને જીદંગી ટૂંકાવી

ભચાઉ : તાલુકા સુખપર ગામે રહેતી ૧પ વર્ષિય સગીરાએ પોતાના ઘરે એસીડ પીને જીદંગી ટૂંકાવી લેતાં પરિવાર સહિત ગામમાં પણ અરેરાટી છવાઈ જવા પામી હતી. તો બીજીતરફ ભટ્ટ પાળિયા વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં કામ કરતા ૬૧ વર્ષિય પ્રૌઢની છાતી પર મશીન પડતાં મોત આંબી ગયું હોવાની ઘટના સામે આવી છે.
દુધઈ પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરે સુખપર ગામે સથવારા વાસમાં રહેતી ૧પ વર્ષિય ડિમ્પલબેન જગદીશભાઈ સથવારા નામની કિશોરીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતાં સારવાર માટે ડિવાઈન લાઈફ કેર હોસ્પિટલ આદિપુર ખાતે લઈ જવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત સાબિત થાય તે પહેલા જ હતભાગીએ દમ તોડી દેતાં પોલીસે એડી દાખલ કરી હતી. હાલના તબક્કે મોતનું કારણ અકબંધ છે.
દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભુજના ૬૧ વર્ષિય હિરાભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ ભટ્ટ પાળિયા વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં કામ કરતા હતા, એ દરમિયાન છાતી પર મશીન પડતાં પ્રથમ સારવાર માટે ભચાઉ વાગડ વેલ્ફેર હોસ્પિટલ અને બાદમાં આદિપુર ડિવાઈન લાઈફ કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત સાબિત થાય તે પહેલા જ મોત આંબી જતાં ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી છે.