ગાંધીધામની યુવતીએ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો

0
139

ગાંધીધામ : શહેરમાં ઈફકોની પાછળ આવેલ રામદેવનગરમાં રહેતી યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. ગઈકાલે બપોરે ચાર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ઉર્મિલા અશોકભાઈ રોશિયા નામની રર વર્ષિય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ લેતા તેને રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પણ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જેથી પીએસઆઈ એલ. એન. વાઢીયાએ મોતના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.