નખત્રાણામાં સર્વ સમાજ સેનાનું સ્નેહમિલન યોજાયું

0
49

સ્નેહમિલનમાં યોગેશ પોકારનું સન્માન કરાયું

નખત્રાણા : તાલુકાના સર્વ સમાજ સેના કચ્છ પ્રદેશનું નુતન વર્ષ સ્નેહ મિલન યોજાયું હતું. લોક ગાયીકા અલ્વીરા મીર દ્વારા લોકડાયરો યોજાયો હતો. તેની સંગતમાં તબલા ઉસ્તાદ ભાભુ પાર્ટીએ સાથ આપ્યો હતો. આ પ્રસંગે નખત્રાણા, લખપત, અબડાસા, ભુજથી મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. સાહિત્યકાર પ્રભુ આહિરે સાહિત્યનો રસથાળ પાથર્યો હતો. દરેક સમાજના આગેવાન તેમજ રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. આ સંગઠન જેને વેગવંતુ કરવામાં યોગેશ પોકારનો મહત્વનો ફાળો છે. આ સંગઠનનો મુખ્ય હેતુ સર્વે સમાજમાં જરુરીયાતમંદ લોકોને સહાય કરવાનો છેેે. આ પ્રસંગે આવેલ મહેમાનોનું તેમજ વરિષ્ઠ પત્રકારોને સર્વ સમાજ સેના તરફથી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો રાજેશભાઈ આહિર, પી.સી.ગઢવી, રામદેવસિંહ જાડેજા, ઈકબાલભાઇ મંધરા, પ્રેમસિંહ સોઢા, મામદભાઇ જત, ચેતનભાઈ જાેષી, ડો.રમેશભાઇ ગરવા, અમૃતભાઇ ધોળું, નવીનભાઈ ચોપડા, કલ્પનાબેન જાેષી, ભાવનાબા જાડેજા, રસીકબા જાડેજા, શેરબાનુબેન ખલીફા, સોનલબેન બોરીચા, સરોજબેન જાેષી, શરીફાબેન રાયમા, હિમ્મતલાલ ગોર, જગદીશભાઈ દવે, ઓસમાણભાઇ સુમરા, અશ્વિનભાઇ રૂપારેલ, હૂસેનભાઇ ખલીફા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગને સફળ બનાવવા સંગઠનના મહામંત્રી રાજદીપ દેવધર, સેરોઝ ખલીફા, ડો.સોકત સુમરા, પ્રતિક પોકાર, રાણુભા સોઢા, હકુમતસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, મહિલા પ્રમુખ બિંદુબેન હાલાઇ, હેમલતાબેન ગઢવી, ગીતાબેન ગોસ્વામી, દિપાબેન ગોસ્વામી તેમજ સંગઠનના તમામ સક્રિય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગનું સંચાલન સ્મિતભાઇ ગોરે કર્યું હતું.