સેવા સાધના દ્વારા જામકુનરીયા મધ્યે નિઃશુલ્ક આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો

0
22

ભુજ : બન્ની પછમ્મ વિસ્તારમાં બીમારીઓ ચિંતાનું મોટું પ્રમાણ છે, ત્યારે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પ્રેરિત સેવા સાધના સંસ્થા અને જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છના સંયુક્ત ઉપક્રમે જામકુનરીયા મધ્યે નિદાન તથા સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં ડાયાબિટીસ, શ્વાસની બિમારી, ચામડીના રોગો, તાવ- શરદી, પેટની બીમારીઓ તથા અન્ય બીમારીઓનું નિદાન કરાયું હતું. ડેન્ગ્યુ અને મલેરિયા રોગપ્રતિકારક દવાઓ પણ સૌને નિઃશુલ્ક આપવામાં આવી હતી. કેમ્પનો તુગા, જામકુનરીયા તથા કાંઢવાંઢના ૯૪ લોકોએ લાભ લીધો હતો. ડો. જીગ્નેશભાઈ ઠક્કર તથા પિયુષભાઈ ત્રિવેદીએ સેવા આપી હતી. આયોજન સેવા સાધના સંસ્થા દ્વારા કરાઈ હતી. સીમાવર્તી વિસ્તારના લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે ભવિષ્યમાં બન્ની – પછમ્મ વિસ્તારમાં આવા આરોગ્ય નિદાન કેમ્પ કરવાની સંસ્થાએ તૈયારી દર્શાવી છે.