નોકરીમાંથી છૂટા કર્યાના મનદુઃખે કાસેઝની કંપનીમાં લગાડાઈ આગ

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે મહિલા સામે ફરિયાદ

ગાંધીધામ : સંકુલના નવી ઝોન કાસેઝમાં આવેલી કંપનીમાં મહિલાએ તેના ફ્રેન્ડને નોકરીમાંથી કાઢી મુક્યાના મનદુઃખે કપડા ભરેલ ટ્રેલીમાં લાઈટર વડે આગ ચાંપી દીધી હતી. બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ કેએફટી નવી ઝોન કાસેઝમાં આવેલી કેનમ ઈન્ટરનેશનલ પ્રા.લિ. કંપનીના યુનિટ-રમાં આગ લગાડવામાં આવી હતી. બનાવને પગલે કંપનીના હરી માલાપલ્લીકુટી ગોપાલને આરોપી માયાબેન નટવરભાઈ પરમાર (ઉ.વ.ર૪) (રહે. સેકટર-૭ ગણેશનગર, ગાંધીધામ) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી મહિલાએ તેના ફ્રેન્ડ વિનોદ નામના માણસને કેનમ કંપનીએ અગાઉ નોકરીમાંથી છુટો કરી નાખેલ. તેનું મનદુઃખ રાખીને આરોપી મહિલાએ કંપનીમાં પડેલ કપડા ભરેલી ટ્રોલીમાં લાઈટર વડે આગ લગાડીને કંપનીને મોટુ નુકશાન પહોંચાડવાની કોશિષ કરી હતી. બનાવને પગલે પીએસઆઈ એન.આઈ. બારોટે આગળની તપાસ હાથ ધરી છે.