અંતરજાળમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

0
40

ગાંધીધામ : તાલુકાના અંતરજાળ ગામે આવેલા તીરૂપતિ નગરમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થવા પામી હતી. આદિપુર પોલીસમાંથી જાણવા મળેલી વિગતો મુજબ વિષ્ણુભાઈ ચુનીલાલભાઈ પ્રજાપતિએ આરોપી વિષ્ણુભાઈ જહાભાઈ પ્રજાપતિ, કનુભાઈ જહાભાઈ પ્રજાપતિ અને દામા કાકા સામે ફરિયાદ દાખલ કરાવી હતી. આરોપીએ ફરિયાદીને ગાળો આપી ધોકા વડે માર માર્યો હતો. તો સામા પક્ષે જહાભાઈ શીવાભાઈ પ્રજાપતિએ વિષ્ણુભાઈ ચુનીલાલ પ્રજાપતિ, ચુનીલાલ મગનલાલ પ્રજાપતિ સામે ફરિયાદ લખાવતા જણાવ્યું કે, આરોપીઓએ બોલાચાલી કરીને છુટાહાથની મારામારી કરી હતી. આ તરફ ગામમાં બનેલા અન્ય એક બનાવમાં ભવનભાઈ કરણાભાઈ જાખેસરા, પ્રવીણભાઈ કરણાભાઈ જાખેસરા અને ખાનાભાઈ ભટીએ ફરિયાદી જીતુભાઈ કરણાભાઈ જાખેસરાને ઢીબી નાખતા ફરિયાદ થઈ હતી.