દેવપરગઢમાં બાવળો કાપતા ખેડુત પર લાકડીથી હુમલો

0
67

માંડવી : તાલુકાના દેવપર ગઢ ગામની સીમમાં બીટીયા હનુમાન મંદીર પાસે ખેડુત બાવળોની સાફસફાઈ કરતા હતા તે વેળાએ ગામનો શખસ આવીને બાવળો કાપવાની ના પાડી ધામધમકી કરતા ફરિયાદ નોંધાઈ છે. ભીમજી વંકાજી જાડેજા (રહે. દેવપર ગઢ)વાળા પોતાના ખેતર પાસે બાવળોની ઝાડીઓ સાફ કરતા હતા ત્યારે સિકંદર સુલેમાન ખલીફા (રહે. દેવપર ગઢ)વાળો બાવળોની ઝાડીઓ કાપવાની ના પાડી લાકડી વડે માર મારતા હાથમાં ફેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી. ગઢશીશા પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.