ફોટડીની નદીમાંથી રેતી ભરી ભુજ આવેલું ડમ્પર પકડાયું

0
29

પેરોલ ફરલો સ્કવોડની ટુકડીએ ફરી કોડકી વિસ્તારની રેતી ચોરી પકડી

ભુજ : તાલુકાના ફોટડી ગામના નદીના છેલામાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરી ભુજ આવેલા એક ડમ્પરને મંગલમ ચાર રસ્તા પાસેથી પેરોલ ફરલો સ્કવોડની ટુકડીએ પકડી વધુ એક વખત રેતી ચોરી પકડી હતી. થોડા દિવસ અગાઉ પણ રતીયા-કોડકી નજીકથી રેતી ચોરી કરી જતા ડમ્પરને પકડયો હતો.પેરોલ ફરલો સ્કવોડની ટુકડીને બાતમી મળી હતી કે ફોટડી ગામના નદીના છેલામાંથી રેતી ભરી ભુજ બાજુ એક ડમ્પર આવ્યો છે, જેથી મંગલમ ચાર રસ્તા નજીકથી ડમ્પરને પકડી પાડયો હતો. ડમ્પરના ડ્રાઈવર અસલમ હુશેન નોડે (રહે. રતીયા)વાળાને રેતીના જથ્થા અંગે રોયલ્ટીની માંગણી કરતા તેણે આધાર પુરાવા નહીં હોવાનું અને આ ખનીજ ડમ્પરના માલીક રજાક સુમાર ત્રાયા (રહે. કોડકી)વાળાના કહેવાથી ફોટડી ગામના નદીના છેલામાંથી ભરી હોવાની કેફીયત આપી હતી. પોલીસે પાંચ લાખનું ડમ્પર અને ૯૮૮૦ કેજી રેતી કિંમત ર૩૦૦નો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવર અને ડમ્પર માલિક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે એ ડિવિજન પોલીસને સોંપ્યો હતો.