ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાંથી ડેન્ગ્યુનો દર્દી ફરાર થઈ ગયો !

0
59

ડિપ્રેશનમાં રહેતા આધેડ અચાનક ગુમ થઈ જતાં પોલીસ પણ દોડતી થઈ

ગાંધીધામ : શહેરમાં દરરોજ બે કે ત્રણ વ્યક્તિઓ ઘરેથી કહ્યા વગર ચાલી જતા હોઈ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ દાખલ થતી હોય છે પણ આ વચ્ચે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવારના બિછાને રહેલા દર્દી પલાયન થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ છે.કિડાણા ગામે રહેતા મરીયાબેન રસલ ઈટીએ બી ડિવિઝન પોલીસમાં ગુમનોધ દાખલ કરાવતા જણાવ્યું હતું કે, તેમના પતિ પ૯ વર્ષિય રસલ તોમલ ઈટીને ડેન્ગ્યુ થયો હોઈ સારવાર માટે ગત તા. ૧૪ના ગાંધીધામની સેન્ટ જોસેફ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૬મી તારીખે તબીયત સારી થતાં તેમને રજા અપાઈ હતી. બાદમાં ૧૭મી તારીખે પતિ ટેન્શનમાં રહેતા હોઈ ફરી સાંજે તેમને હોસ્પિટલમાં લઈ જવામાંં આવ્યા પણ તેઓ સારવાર કર્યા વગર ત્યાંથી કયાંક ચાલ્યા ગયા પણ ઘરે આવ્યા નહીં. પતિ સતત ટેન્શનમાં અને ડિપ્રેશનમાં રહેતા હોઈ સેન્ટ જોસેફ હોસ્પિટલમાં સારવાર લીધા વગર અને કોઈને કહ્યા વગર ચાલી ગયા હોઈ વ્યથીત અને ચિંતાતુર બનેલા પત્નીએ પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.