ગઢશીશાની યુવતિની છેડતી કરી ધમકી અપાતા ફોજદારી

0
51

માંડવી : તાલુકાના ગઢશીશા ગામે દસેક દિવસ પુર્વે યુવતિની છેડતી કરી તેની જાનથી મારી નાખવાની ધમકીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ગઢશીશા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ તા. ૧ર-૧૦ના ગઢશીશાનો જીગર ઉર્ફે વિશાલ ભાઈલાલ છાભૈયાએ તેના ઉપર નિર્લજજ હુમલો કરી હાથ પકડી પીઠ પર હાથ ફેરવીને છેડતી કરી હતી અને આ વાત કોઈને કરશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ગઢશીશા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. બીજી તરફ, ગઢશીશાના પુર્વ સરપંચ ભાઈલાલભાઈ છાભૈયાએ જણાવ્યું હતું કે, તેમના પુત્ર જીગર છાભૈયા વિરુદ્ધ નોંધાયેલી છેડતીની ફરિયાદ પાયાવીહોણી અને મનગડત તેમજ ઉપજાવી કાઢેલી છે. અગાઉ પણ પોતાને બદનામ કરવાનું અને વિધ્નસંતોષીઓના મનસુબા કયારેય પાર પડશે નહીં તેમ ઉમેર્યું હતું.