૧૪ નવેમ્બરના રોજ રણોત્સવ ધોરડો ખાતે ક્રાફ્ટ તથા ફૂડ સ્ટોલ માટે આવેલી અરજીઓનો કમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાશે

0
33

ધોરડો રણોત્સવ ૨૦૨૨-૨૩ દરમિયાન હસ્તકળા સાથે સંકળાયેલ તેમજ તે પ્રકારની વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ થાય તે માટે ક્રાફ્ટ સ્ટોલ તથા ખાણી-પીણી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટસીટી બહાર “ક્રાફ્ટ ફૂડ બજાર” ઊભી કરવામાં આવી છે. આ ક્રાફ્ટ સ્ટોલ તથા ફૂડ સ્ટોલ બજારમાં રસ ધરાવતા સખી મંડળ/સ્વ:સહાય જૂથના સભ્યો કારીગરોની અરજીઓ તા.૧૦/૧૧/૨૦૨૨ સુધી સ્વીકારવામાં આવી હતી. જે અંતર્ગત ક્રાફ્ટ તથા ફૂડ સ્ટોલ માટે આવેલ અરજીઓનો કમ્પ્યુટરાઇઝ ડ્રો તા.૧૪/૧૧/૨૦૨૨ના સવારે ૧૧:૦૦ કલાકે,રણ ઉત્સવક્રાફ્ટ બજારધોરડો ખાતે રાખવામાં આવ્યો છે તેવું જી.કે.રાઠોડ અધ્યક્ષ અને નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.