મુંદરાના હટડીમાં પવનચક્કીવાળી કંપની હવે આવશે સાણસામાં : લેન્ડગ્રેબીંગના ભણકારાં!

0
33

યુવા જાગૃત નાગરીકે કચ્છ કલેકટર કક્ષાએ રજુઆત કરતા, અરજીનો સ્વીકાર કરીને નિવાસી અધિક કલેકટર કક્ષાએથી પ્રાંતશ્રી મુંદરાને કાર્યવાહી કરવાનો આદેશ થતા મુંદરા પ્રાંતકક્ષાએ મામલતદારથી માંગ્યા અભિપ્રાય, ૧પમી ઓકટો.સુધીમાં માહીતીઓ આપવાનું અપાયું અલ્ટીમેટમ

નદીપટ્ટમાં ગ્રામ પંચાયત કે અન્ય કોઈ પણ તંત્રની મંજુરી લીધા વિના જ આડેધડ ૬૦થી વધુ વીજવાયરના થાંભલાઓ નાખી દેનાર રીન્યુ.પાવર કંપનીની દાદાગીરી ભર્યા કૃત્યુનં હવા હવે નીકળશે : આગામી ૧૮મીએ પ્રાંત કક્ષાએ સુનાવણીમાં અચુક હાજર રહેવાની કરાઈ તાકીદ, અગાઉની જેમ હવે કંપનીવાળાઓ હાજર નહી રહે તો થશે મોટી કાર્યવાહી..!

જિલ્લાસ્તરેથી લેન્ડ ગ્રેબીંગ મુદ્દેનો પત્ર આવ્યો છે, મામતલદાર કક્ષાએથી સમયમર્યાદામાં આધારો-પંચનામા સાથેનો અભિપ્રાય રજુ કરવાનુ જણાવાયુ છે : પ્રાંત અધિકારીશ્રી-મુંદરા : અમને આવી કોઈ નોટીસ મળવા પામી નથી, અને અમારી કંપનીમાં વહીવટી બધી જ મેટર્સ કાર્પોરેટ અફેર્સ દીલ્હી કક્ષાએથી જ જોવાય છે, અમો આ વિષય માટે કંઈ પણ કહેવા અસમર્થ છીએ : વિજયભાઈ(રીન્યુ.પાવર લી.કંપની) : પ્રાંત કક્ષાએથી ચોકકસથી લેખિત આદેશ અપાયો હશે, પરંતુ હજુ સુધી અમને મળવા પામ્યો નથી, આદેશ મળેથી વેળાસર જ ધોરણસરની કાર્યવાહી ચાલુ કરી દેવામા આવશે : શ્રી વિજય પટેલ(મામલતદાર-મુંદરા)

ગાંધીધામ : ભુકંપ બાદ કચ્છમાં આવી પડેલા ઉદ્યોગોએ અહીના ગ્રામીણ જીવનને તહેસ નહેસ કરવામાં કાંઈક બાકી છોડી દીધુ હશે તો પાછલા પાંચેક વરસથી કચ્છના ગ્રામીણ જીવનને વેરવિખેર કરવાની દીશામાં પવનચક્કીવાળાઓ લુખ્ખી અને ખુલ્લી દાદાગીરી કરીને તે કસર પુરી કરી રહ્યા હોય તેવા કિસ્સાઓ એક પછી એક સતત ઉજાગર થવા પામતા જ રહે છે. દરમ્યાન જ મુંદરા તાલુકાના હટડી ગામની સીમમાં પણ નદીમાથી પવનચક્કી માટેના વીજથાંપલાઓ-ટ્રાન્સમિશનની લાઈનોના ૬૦થી વધુ થાંભલાઓ ખડકી દીધા સબબ જાગૃત નાગરીકે અનેકવિધ રીતે રજુઆતો કર્યા છતા માથાભારે અને ચમરબંધી કંપનીઓની સામે જાણે કે સબંધિત સ્થાનિક તંત્રો ઘુંટણીયે જ પડયુ રહેતુ હોય તેમ કાર્યવાહી થવા જ ન પામતા અંતે લેન્ડ ગ્રેબીંગ કાયદા તળે કાર્યવાહી કરવાની અરજી દાખલ કરતા તેનો સ્વીકાર કરી અને જિલ્લાતંત્ર હવે એકશનમાં આવી ગયેલુ દેખાવવા પામે છે અને તેના પગલે જ આ કંપની હવે સાણસામાં આવે તેવી સ્થિતી પણ પેદા થતી જોવાઈ રહી છે. આ બાબતે પ્રાંત અધિકારીશ્રી સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ મુંદરાનાઓ દ્વારા મુંદરા મામલતદારશ્રીને લેખિતમાં તાકીદ કરી અને ખુબ જ અગત્યની નોધ, સમયમર્યાદામાં માહીતીઓ પુરી પાડવાની સુચનાભર્યો આદેશ કરી દીધો હોવાનુ માલુમ પડી રહ્યુ છે. આ આદેશમાં જણાવ્યા અનુસાર મુંદરા પ્રાંત અધિકારીને ભુજના નવાસી અધિક કલેકટરશ્રીએ પત્ર લખી, ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક ર૦ર૦ તળે સબંધિત કેસમાં કાર્યવાહી કરવાની સુચનાઓ મળી હોવા અન્વયે આ કામના અરજદાર જયપાલસીહ લાલુભા જાડેજા દ્વારા મોજે હટડી તા.મુંદરા સ.ન.૪૩૦વાળી જમીન અંગે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિદ્યેયક ર૦ર૦ અંતર્ગત ઓગષ્ટ ર૦રરમાં અરજી કરેલી છે. મુંદરાના પ્રાંત અધિકારીએ મામલતદારશ્રી પાસેથી આ અરજી સબબ સ્પષ્ટ અભિપ્રાય સાથેનો અહેવાલ આગામી તા.૧પમી ઓકટોબર સુધીમાં અચુક રજુ કરવાની તાકીદ સાથે સુચનાઓ લેખિતમં પાઠવી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. પ્રાંતશ્રી મુંદરાએ જણાવ્યા અનુસાર મામલતદારશ્રીએ આ કેસમાં તમામ ૭/૧ર, ૬-હકકપત્રક,૮-અ રજુ કરવા, નોંધોના સાંકળીયુ તેયાર કરવુ, સ્થાનિકનુ અદતન પંચોજકા સામેલ રાખવુ જેમા વાદગ્રસ્ત જમીન પર હાલ કોનો કબ્જો છે, તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો, આ સાથે જ ચેકલીસ્ટ સહિતનુ જરૂરી તપાસ અહેવાલ મોકલી આપવાનો આદેશ નાયબ કલેકટર મુંદરા દ્વારા મામલતદારને કરવામાં આવ્યો છે. નોધનીય છે કે, આ સમગ્ર કેસ બાબતે રજુઆત કર્તા ફરીયાદી તથા જેની સામે સવાલો ખડા કરાયા છે તે રીન્યુએબલ પાવર કંપની બન્નેને આગામી ૧૮ ઓકટોબરના રોજ સવારે ૧૧ઃ૩૦ કલાકે પ્રાંત કચેરીએ બિનચુક હાજર રહેવાની પણ તાકીદ કરવામા આવી છે. નોધનીય છે કે, આ હીયરીંગમાં હાજર નહી રહેનારા કોઈ જ પ્રકારની રજુઆત કરવા માંગતા નથી એમ માની ગુણદોષ આધારે અહેવાલ ઉચ્ચસ્તરે મોકલી આપવામાં આવશે તેમ પણ જણાવાયુુ છે. એટલે અહી નોધવુ ઘટે કે, ફરીયાદી તો અગાઉ પણ દરેક તારીખો પર હાજર જ રહ્યા છે પરંતુ પવનચક્કીવાળી આડેધડ થાંભલા નાખી દેનારી કંપનીના કેાઈ જ જવાબદાર કે પ્રતિનિધીઓ હજુ સુધીની એક પણ સુનાવણીમાં હાજર રહ્યા જ નથી. આ વખતે તેઓને અચુક હાજર રહેવુ પડે તેવી સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. આ અંગે પ્રાંત કચેરી મુંદરાએ પુછતા જણાવ્યુ હતુ કે, અમે મામલતદારશ્રી મુંદરા પાસેથી લેખિત વિગતો મંગાવેલી છે, જે આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામા ંઆવશે. તો મુંદરાના તાજેતરમા જ કાર્યભાર સંભાળેલા મામલતદારશ્રી વિજયભાઈ પટેલને પુછતા તેઓએ કહ્યુ કે, હજુ સુધી લેખિતમાં અમને આવી કોઈ સુચના મળી નથી, પત્ર મળેથી વિના વિલંબે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો વળી રીન્યુ પાવર પ્રા.લી.કંપનીના વીજયભાઈને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, વહીવટી તમામ બાબતો કંપનીના કાર્પોરેટ એફેર્સ વિભાગ દિલ્હીથી જ જોવામાં આવે છે તેઓ કંઈ પણ કહેવા અસમર્થ છે.