કચ્છ ભાજપની છ બેઠકોના મુરતિયાનું ભરેલું નારિયેળ દિલ્હી પહોંચ્યુ..!

0
290

  • કોને મળશે ટિકિટ?-કોનું કપાશે પત્તુ? : રાજકિય ઉત્કંઠા

વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની કવાયત સંપન્ન : ગઈકાલે મોડી સાંજ સુધી કચ્છની છ બેઠકોને લઈને આદરાયેલી ચર્ચા બાદ ત્રણ નામોની પેનલ નિશ્ચિત : હવે હાઈકમાન્ડ ફાઈનલ મંજુરીની મહોર મારશે ત્યાં સુધીમાં મજબુત, સક્ષમ દાવેદારો ઉપરાંત થનગનભુષણોના પણ શ્વાસ રહેશે અદ્વર

તો કોની લાગી લોટરી, કોના મુદ્દે પ્રદેશ બેઠકમાં થઈ નિર્ણાયક ચર્ચા તેને લઈને પણ ચોરેને ચોટે છએ છ બેઠકોના વિસ્તાર ઉપરાંત જિલ્લાભરમાં જામશે રાજકીય ચર્ચાઓના તડાકા : સાચુ ચિત્ર તો આગામી ૧૦મી આસપાસ જ આવી શકશે બહાર..!

ગાંધીધામ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું એલાન-એ-જંગ થવા પામી ગયુ છે અને તેની સાથે જ હવે મુરતીયાઓને લઈને પણ ભારે નિર્ણાયક માથાપરચ્ચીને અંતીમ અંજામ અપાઈ રહ્યો છે. ત્યારે હાઈપ્રોફાઈલ કહી શકાય તેવા સત્તાપક્ષમાં પણ ટિકિટ મેળવવા માટે આ વખતે રાફડો જ રીતસરનો ફાટયો હતો અને તેની પણ છટણી કરતી ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગઈકાલે સંપન્ન થવા પામી ગઈ છે અને તેની સાથે જ કચ્છની છ બેઠકોના મુરતીયાઓને લઈને પણ હવે ભરેલા નારિયેળ જેવી સ્થિતી સર્જાઈ જવા પામી ગઈ છે.નોધીય છે કે, ભાજપ દ્વારા પ્રદેશ કક્ષાએ જે ત્રણ નામો ફાઈનલ કરાયા છે તે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને સુપરત કરી દેવામા આવ્યા હશે અને તેથી જ હવે કચ્છમાંથી કોની ટિકિટ ફાઈનલ થશે અને કોનું પત્તુ કપાશે તેને લઈને આંતરીક હલચલ વધારે તેજ બની જવા પામી ગઈ હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે.નોધનીય છે કે, હવે હાઈકમાન્ડ ફાઈનલ મંજુરીની મહોર મારશે ત્યાં સુધીમાં કચ્છની છ બેઠકોના મજબુત, સક્ષમ દાવેદારો ઉપરાંત થનગનભુષણોના પણ શ્વાસ સતત અદ્વર જ રહેશે. તો વળી રીપીટ-નોરીપીટ તથા નો-રીપીટ તો કોના નામો ગયા હશે તેને લઈને પણ ચોરેને ચોટે અનુમાન બહાદુરોની વાતોના પડીકાઓ પણ બરાબરના વછુટશે. જો કે, ભાજપમાં ટિકિટ હોય કે હોદાઓની લ્હાણીમાં તેમા અમિત શાહ અને મોદીના મન કોઈ જ કડી શકતા નથી. જે નામો ચર્ચાય તે તો જેાવાતા જ નથી, અને સ્વપ્ને પણ ન વિચાર્યા હોય તેવા નામોને તક આપી દેવામાં આવતો હોય છે. એટલે હકીકતમાં ટિકિટ કોને ફાળવાશે તે તો આગામી ૯મીથી ૧રમી સુધીમાં જ ખ્યાલ આવી શકે તેમ છે.

સગાવાદને પાટીલની ના બાદ કચ્છમાં કઈક દાવેદારોના ગણિત ઉંઘા વળ્યા!

ભુજ-મુંદરા-અંજાર સહિતની બેઠકમાં હુ..નહી તો મારાની ગોઠવણીઓને લઈને ચાલતી હતી જોરદાર ચર્ચા : ઉપરાંત ૭પ પ્લસનાઓની પણ બાદબાકીની સ્પષ્ટ વાત પણ કેટલી કરી જશે અસરકારક?

ગાંધીધામ : અંગ્રેજી દારૂ પર તવાઈ બોલાવાય એટલે દેશીની ડીમાન્ડ વધી જતી હોય છે. ભચાઉના પણ એક વિસ્તારમાંદેશીદારૂના અડ્ડાઓ ધમધમ્યાની વાત ફરીયાદ સ્વરૂપે બહાર આવી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, યાદ રાખવાની અહી જરૂર છે કે, અગાઉ ભચાઉમાં લઠ્ઠાકાંડની ઘટના બની ચૂકી છે. ભચાઉના લઠ્ઠાકાંડમાં લોકોએ દ્રષ્ટી ગુમાવી સહિતની અસરો થવા પામી ચુકી છે. હવે ફરીથી અહી દેશીવાળાઓ બેફામ બની રહ્યા છેત્યારે જાણકારો લાલબત્તી ધરી રહ્યા છે કે, જો જો અહી ફરીથી લઠ્ઠાકાંડ ન સર્જાઈ જાય.

કચ્છ જિલ્લાની ૬ બેઠકો પરના સંભવિત ઉમેદવારોની પેનલ યાદી તૈયાર

પાર્લામેન્ટ્રી બોર્ડમાં કચ્છની ૬ બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી અંગેની ચર્ચાઓ કલાકમાં સમેટાઈ

કચ્છની બે બેઠક પર ત્રણ નામો તો ૩ બેઠક પર ૪ નામની પેનલ યાદી બનાવાઈ ૧ બેઠક પર ૫ નામની ની પેનલ

ગાંધીનગર : ગાંધીનગર પ્રદેશ ભાજપ કમલમ કાર્યાલય ખાતે મળેલી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કચ્છની ૬ વિધાનસભા બેઠકો માટેના સંભવિત ઉમેદવારોના નામો અંગે ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી અને કલાકમાં જ બેઠક પૂર્ણ થઈ હતી. તમામ ૬ બેઠક પર સંભવિત ઉમેદવારોની પેનલ યાદી તૈયાર કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપ કમલમ કાર્યાલય ખાતે ગત મોડી સાંજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કચ્છની ૬ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં કચ્છ જિલ્લાના નિરીક્ષક મુળુભાઈ બેરા ,હિતેશભાઈ પટેલ તેમજ સાંસદ શારદાબેન પટેલ તેમજ કચ્છ જિલ્લાના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ કચ્છના સિનિયર આગેવાન પુષ્પદાનભાઈ ગઢવી કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ જિલ્લા મહામંત્રી અનિરુદ્ધ દવે તેમજ કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કિર્તિસીહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં કચ્છ જિલ્લાના નિરીક્ષકોએ ૬ વિધાનસભા બેઠકો પરના સંભવિત દાવેદારોના નામો સાથે નો અહેવાલ રજૂ કર્યો હતો.કચ્છ જિલ્લાની ભુજ રાપર માંડવી અબડાસા અંજાર અને ગાંધીધામ બેઠક પરના સંભવિત ઉમેદવારોના નામો પર ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા નિરીક્ષકોના અહેવાલ ઉપર તેમજ જિલ્લાના આગેવાનોની રજૂઆતો સાંભળીને તેમનો સેન્સ લેવામાં આવ્યો હતો.સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા નિરીક્ષકો અને જિલ્લા આગેવાનો સાથે બેઠક બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કચ્છ જિલ્લાની ૬ બેઠકો પૈકી બે બેઠક પર સંભવિત ત્રણ નામોની તો ૩ બેઠકો પર ચાર નામોની પેનલ યાદી તૈયાર કરી છે. ૬ એ ૬ બેઠકો પર તૈયાર કરવામાં આવેલી પેનલ યાદીમાં સીટિંગ ધારાસભ્યોના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.કચ્છ જિલ્લાની ૬ વિધાનસભા બેઠકો માટેના સંભવિત ઉમેદવારોના નામોની પેનલ યાદી તૈયાર કરી દેવામાં આવી છે અને હવે ૯ મી નવેમ્બરના રોજ દિલ્હીમાં રાષ્ટ્રીય ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મળનારી બેઠકમાં પ્રદેશ પ્રમુખ દ્વારા પેનલ યાદી રજૂ કરવામાં આવશે. કચ્છ જિલ્લાની ૬ વિધાનસભા બેઠકો માટેના આખરી ઉમેદવારોની પસંદગી અંગેનો નિર્ણય ભાજપની રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં લઈને નામોની જાહેરાત કરવામાં આવશે.