મુન્દ્રા તાલુકાના ગુંદાલાના બુટલેગરને પાસા તળે વડોદરા ધકેલાયો

0
93

ભુજ : વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પાસાની કાર્યવાહી ચાલી રહી છે, દરમિયાન મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામના બુટલેગર યુવકને પાસા તળે વોરંટ બજવી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગુંદાલા ગામે રહેતો કુમારસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.ર૧) નામના યુવક વિરુદ્ધમાં ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો વેચાણ કરવાનો ગુનો દાખલ થયેલો કોઈ અસામાજીક પ્રવૃત્તી અટકાવવા માટે ચુંટણી ટાણે પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર તરફથી દરખાસ્ત મંજુર થતા એલસીબીએ વોરંટ બજવી તેની અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી દીધો હતો.