ચાંદ્રાણી પાસે સરકારી એમ્બ્યુલન્સમાં બોલેરો ઘુસી ગઈ

0
26

અંજાર : તાલુકાના ચાંદ્રાણી પાસે સરકારી એમ્બ્યુલન્સમાં બોલેરો ઘુસી જતાં વાહનમાં નુકસાન થયું હતું. સદ્દનસીબે કોઈ જાનહાની થઈ નથી. નવી દુધઈમાં રહેતા અને ચાંદ્રાણી પીએચસીમાં એમ્બ્લુન્સના ડ્રાઈવર તરીકે નોકરી કરતા વિશ્રામગર ચેનગર ગુંસાઈએ જણાવ્યું હતું કે, તેઓ સ્ટાફના અશ્વિન વરચંદ સાથે સરકારી કામે કોટડા સબ સેન્ટર જતા હતા. ત્યારે નવાગામ પાટિયા જૂના પુલ પાસે પાછળથી દૂધ વાહન બોલેરોએ ડ્રાઈવર સાઈટમાં પૂર ઝડપે આવી એમ્બ્યુલન્સમાં ટક્કર મારતા ડ્રાઈવર સાઈટની પાછળની બ્રેક લાઈટ, સાઈડ લાઈટ તુટી ગઈ અને ગાડીમાં સ્ક્રેચ અને ગોબા પડી ગયા હતા, જેથી બોલેરો નંબર જી.જે. ૧ર બીએક્સ ૭૦૧૬ના ચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે.