ભીરંડીયારા પાસે માલધારીને બોલેરોએ ટક્કર મારતા મોત નિપજયું

0
39

ભુજ : તાલુકાના ભીરંડીયારાથી ખાવડા તરફ જતા માર્ગે બીજલની હોટેલ પાસે બળદ લઈને જઈ રહેલા માલધારીને પાછળથી બોલેરોએ ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ વૈયા આમદ નોડે (ઉ.વ.૩પ, રહે. નાના સોયલા તા. ભુજ)વાળો પોતાનો બળદ લઈ ભીરંડીયારા માર્ગ પરથી ઘર તરફ જઈ રહ્યો હતા ત્યારે જીજે ૧ર બીટી ૪પ૧૯ બોલેરો પીકઅપના ચાલકે પાછળથી ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, સારવાર મળે તે પુર્વે જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.