મિરજાપર પાસેથી કોઠારાથી ચોખાનો જથ્થો લઈ આવેલી બોલેરો પકડાઈ

0
24

  • પોલીસે ર૯૮પ કિલો ચોખા, બે મોબાઈલ અને બોલેરો સાથે બેની અટકાયત કરી

ભુજ : કોઠારાથી ભુજ તરફ એક બોલેરો આધાર-પુરાવા વગરના ચોખાનો જથ્થો બોલેરો કેમ્પરમાં આવી રહ્યો હોવાની બાતમી આધારે મીરજાપર પાસેથી એલસીબીએ બોલેરોને પકડી તેમાં સવાર બે શખસોની પણ અટકાયત કરી હતી. ર૯૮પ કિલો ચોખાનો શંકાસ્પદ જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.એલસીબીની ટુકડી પેટ્રોલિંગમા હતી તે દરમિયાન હેડ કોન્સ. નવીન જોષીને બાતમી મળી હતી કે કોઠારા ગામેથી આધાર-પુરાવા વગરના ચોખા લઈને બોલેરો આવી રહી છે જેથી મીરજાપર પાસે જીજે ૧ર એયુ ર૦૪૦ નંબરની બોલેરો આવતા તેને રોકાવી ચેક કરતા ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. ઓસમાણગની ઈસ્માઈલ ઉર્ફે મામદ મેમણ અને ઓવેશ લીયાકતઅલી સોતા (રહે. બંને કોઠારા)વાળા પાસેથી બીલ કે આધાર-પુરાવાની માગણી કરતા કાંઈ રજૂ કરી શકયા ન હતા. બંનેની અટકાયત કરી ૪૪૭૭પ રુપીયાના ચોખાનો જથ્થો, બોલેરો કિંમત દોઢ લાખ અને બે મોબાઈલ કિંમત ૧૦ હજારનો જથ્થો કબજે કરી એ ડિવિજન પોલીસને સોંપ્યો હતો.

ચોખાનો જથ્થો કયા અનાજ ચોરને આપવા આવ્યા તેના પરથી પડદો ઉંચકાશે !

થોડા સમય અગાઉ ભુજ બી ડિવિજન પોલીસની ટીમે પણ શહેરના દાદુપીર રોડ પર આવેલા એક ગોડાઉનમાંથી ચોખા-ઘંઉનો જથ્થો કબજે કર્યો હતો, તો શહેરના હિલગાર્ડન પાસેથી એ ડિવિજન પોલીસે પણ જથ્થો કબજે કર્યો હતો. મોટાભાગે આવા કિસ્સાઓમાં કોઈ એક ચોક્કસ પેઢીના બીલો રજૂ કરી માલ છોડાવી જવાય છે ત્યારે આ પકડાયેલા જથ્થા અંગે ખરેખર કડક પુછપરછ કરી આ જથ્થો કોને આપવા માટે જઈ રહ્યા હતા તેની આકરી પુછપરછ કરવામાં આવે તો અનેક અનાજ ચોરો પરથી પડદો ઉંચકાય તેમ છે.