૬૦ લાખથી વધુનું મોટું કૌભાંડ.! : ગાંધીધામ સુધરાઈનું વધુ એક ભ્રષ્ટ કારનામુ.? કેબીન ફાળવણીમાં મોટા ઘોટાળાની ગંધ..!

0
31

કલેકટર રોડ પર કેબીનોની ફાળવણી સામે ઉઠતા સવાલો : ર૮૬ કેબીનોની સામે ૩૦૦થી વધુ કેબીનોનો ખડકલો કેવી રીતે કરી દેવાયો? કોના ફાળે કેટલી કેબીનો ગઈ? દબાણ શાખાના ચકચારી કર્મચારીના ફાળે, ઈન્જીનીયરને કેટલી કેબીનોની કરાઈ લ્હાણી?

કેબીનધારક એસો.ના પ્રમુખની ભૂમિકા આવ શંકાના દારયામાં : કેબીનધારક એસો.થી સંકળાયેલા ૧૦થી વધુ જેટલા સભ્યોને કેમ અન્યાય? રેલવે ગેટ પાસે તેમને કેબીન રાખવાની ફરમાવી દેવાઈ છે મનાઈ? સંગઠનના મોભી કેમ બોલતા નથી? : અમુક સભ્યોએ તો એકની જગ્યાએ ૩-૩ કેબીનો ખડકી દીધી હોવાની ચર્ચા

સુપ્રીમ કોર્ટની વરસાદી નાલા પર કેબીન રાખવાની સખ્ત મનાઈ હોવા છતાં કોના કહેવાથી કલેકટર રોડ પર કેબીનો રાખવામાં આવી છે ? નગરપાલીકાએ બનાવેલી પાંચ કેબીનો ગઈ ક્યાં ? કોણ લઈ ગયો? એને કેમ કોઈ પુછતુ નથી કે નગરપાલીકાની મીલકતો લઈ જાય છે કોણ ? તે માટે કેમ આંખો મીચી લીધી ? શું ભાગ બટાઈ થઈ ગઈ છે ? તો વિરોધપક્ષ કેમ ચુપ ?

એનઓસી આપવાની કદાચ કોઈને બાકી હોઈ શકે, બાકી નગરપાલિકાની જમીન ન હોય અને કેબીન બની હોય તેવુ ન બની શકે, આ ઉપરાંતની જે ગેરરીતી થયાની વાતો રજુ થઈ છે તે મામલે ચોકકસથી ફીઝીકલ વેરીફીકેશન કરાવીશુ, અને જાે કોઈને ખોટી રીતે ફાળવાઈ હશે તો તે રદ પણ કરવામાં આવશે : શ્રી દરશનસિંહ ચાવડા(સીઈઓ, ગાંધીધામ નગરપાલીકા) : ૩૦પ જેટલી કેબીનો છે, એનઓસીની પ્રક્રીયા નગરપાલિકા તબક્કે ચાલુમાં છે, રેલવે ગેટ આસપાસ વાળાઓની ૧૧ જેટલી કેબીનો બનાવવાનુ કામ પણ નગરપાલિકા દ્વારા ચાલુમાં છે, તે પણ ફાળવાશે, કંઈ જ ખોટું કરવામાં આવ્યુ નથી, બધો જ વહીવટ પારદર્શિતાથી જ ચાલે છે : આત્મારામ શર્મા(કેબીન એસો. પ્રમુખ)  : હું તો નિવૃત થઈ ગયો છું ગત ૩૧મી ઓગષ્ટ ર૦રરના રોજ, કેબીનોના વિષય મામલે મને ખ્યાલ નથી, મારા નામે કેબીનોની વાત પાયાવિહોણી છે : લોકેશ શર્મા(દબાણ શાખા, ગાંધીધામ)

ગાંધીધામ : પૂર્વ કચ્છની ગાંધીધામ નગરપાલિકામાં હુ..તુ..રતનીયો અને ફઈવાળા શાસનની સ્થાપના બાદ એક પછી એક વિવાદના મધપુડાઓ સતત છંછેડાઈ જ રહ્યા છે. દરમ્યાન જ આ ટોળકીના વધુ એક ભ્રષ્ટ કારનામાની ચર્ચા સંકુલમાં હોટટોપીક બની જવા પામ્યો છે. આ બાબતે શહેરના અંતરંગ વર્તુળામાં થતી ચર્ચાઓની વાત કરીએ તો ગાંધીધામ નગરપાલીકાના હુ..તુ..રતનીયો અને ફઈ વાળા વહીવટની સામે વધુ એક વખત મોટા મેાટા અંગુલીનિર્દેશ સામે આવવા પામી રહ્યો છે. કહેવાય છે કે, આ ટોળકીએ તો એક જ બીજમંત્ર બનાવી અને પાછલા દોઢેક વર્ષથી નગરપાલિકાની તિજાેરીને ખંખેરવાનું જ કામ કર્યુ છે. પ્રજા જાય તેલ લેવા, મતદારોનો ભલે થાય મરો, પક્ષની આબરૂનું જે થવાનુ હોય તે થાય, સાથી પદાધિકારીઓ-નગરસેવકો ભલ્લે જાેતા જ રહી જાય, વિરોધ કરે, બળવો પોકરો પરંતુ ગમે તે રીતે આ ટોળકીને ખુદના ગજવા ભરવામાં જ રસ રહેલો હોય તેમ વર્તતા જાેવાઈ રહ્યા છે. આવા કારનામાં વધુ એક ભ્રષ્ટ કારસ્તાનનો ઉમેરો થયો હોવાનુ ચર્ચાય છે. આ મામલે કહેવાય છે કે, શહેરના કલેકટર રોડ પર બનાવવામાં આવેલી કેબીનોનો મુદો ફરી એક વખત ચર્ચાના એરણે ચડવા પામી ગયો છે. અહી નિર્માણ પામી રહેલી કેબીનોને લઈને અગાઉ પણ પ્રશ્નો તો ઉભા થયા જ હતા હવે આ કેબીનોની ફાળવણીને લઈને પણ અંગુલીનિર્દેશ થવા પામી રહ્યા છે. કહેવાય છે કે, અહી કેબીનોની લ્હાણીઓ નગરપાલિકાના હુ..તુ..રતનીયો અને ફળવાળા પદાધિકારીઓને પણ બારોબાર પધરાવાઈ છે. એટલુ જ નહી પણ દબાણ શાખાના કર્મચારી તથા ઈન્જીનીયરનો પણ તેમાં સમાવેશ કરાયો હોવાનુ ચર્ચાય છે. એટલે જેઓ એસોસીએશનના સદસ્ય નથી તેમને કેબીનોની લ્હાણી કરાઈ છે અને જે એસો.ના સદસ્યો છે તેઓને ઠેંગા બતાવી દેવાયા છે. કહેવાય છે કે, ર૮૬ કેબીનોની સામે ર૯૬ કેબીનો લગાવી દેવાઈ છે તે પણ તપાસનો વિષય જ બની રહ્યો છે. અહી અમુક કેબીનવાળાએ તો ભારે દાદાગીરી કરી હોવાનુ પણ ચર્ચાય છે એકની જગ્યાએ ત્રણ ત્રણ કેબીનો મુકી દીધી હોવાનુ મનાય છે. તો વળી બીજીતરફ હજુય રેલવે ગેટની બન્ને બાજુએ આઠ જેટલા કેબિનધારકોને કેબિન રાખવા દેવામાં આવી નથી. જેઓ કાયદેસર એસો.ના સદસ્યો છે તેઓ વંચિત છે. જાણકારો કહી રહ્યા છે કે, આ ઉપરની વધારાની કેબીનો મુદ્દે કેમ પાલીકાને કંઈ દેખાતુ જ નથી? બીજીતરફ ચર્ચા એવી પણ થાય છે કે, કલેકટરશ્રીના હુકમનો પણ અહી અનાદર કરવામાં આવી રહ્યો છે?  અહી બનેલી કેબીનોમાં ર૦ હજારની કટકી કરાઈ હોવાનુ કહેવાય છે.

હવે જાે બધી જ કેબીનો પર આ રીતે કટકી લેવાઈ ગઈ હોય તો તે આંક લાખોને આંબી જાય તેમ છે. આ રકમ કયા  પ્રમુખ ગટગટાવી ગયા છે? તેની છાનબીન થવી જાેઈએ. કલેકટરશ્રી કક્ષાએથી જાે આ સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે તો દુધનુ દુધ અને પાણીનુ પાણી થવા પામી જાય તેમ મનાય છે. અસો.ના સદસ્યોને અંધારામાં રાખી કયા બની બેઠેલા હોદેદાર દ્વારા કમિશનના જાેરે એકસટ્રા કેબીનમાં લાખોની રકમ છાપી લીધી તે પણ બહાર આવી શકે તેમ જાણકારો માની રહ્યા છે. જાે કે, આ બાબતે ગાંધીધામ નગરપાલીકાના મુખ્ય કારોબારી અધિકારીશ્રી દરશનસિહ ચાવડાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, એનઓસી આપવાની કદાચ બાકી હોઈ શકે છે બાકી નગરપાલીકાની જમીન ન હોય અને કેબીન બનાવાઈ જાય તેવુ તો ન બની શકે. ઉપરાંત જાે કોઈને નિયમ વિરૂદ્ધ  ફાળવણી કરાઈ હશે તેવુ સામે આવશે તો ચોકકસથી આવી ફાળવણી રદ કરવામાં આવશે. તો વળી કેબીન ધારક એસો.ના પ્રમુખ શ્રી શર્માને પણ પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, તેઓની તો કેાઈ વિશેષ ભુમિકા જ કેબીન ફાળવણીમાં આવતી નથી. તેઓ યાદી બનાવીને નગરપાલિકાને આપે છે જે બધા જ આધારો ચકાસી અને એનઓસી આપતી હોય છે. એટલે અહી કોઈ ખોટું થયું હેાય કે પછી રકમના ઉઘરાણા કરાયા હોય તેવી ફરીયાદપાયાવીહોણી જ હોવાનુ શ્રી શર્માએ  જણાવ્યુ હતું.

પાલીકાની દબાણ શાખાનો લેવો જાેઈએ ઉધડો

કેબિન એસો.ના ૧૦ વર્ષ પહેલાનું લીસ્ટ પાલિકા કાઢે અને આજે કઈ કેબીનના માલીક કોણ છે તેનુ ક્રોસ વેરીફીકેશન કરે? રેકર્ડ પર જુના જ કેબીન માલિકો બોલતા હશે પણ તપાસ કરવામાં આવશે તો એ માલિક પછી તો કેબીન બેથી ત્રણ પાર્ટીઓને અંદરોઅંદર જ વેંચી દેવાયાનુ ખુલશે? જાણકારોનો ઈશારો

ગાંધીધામ : ગાંધીધામ સુધરાઈ કેબીનકાંડની જે લીલાઓ આચરી છે તેને લઈને જાણકારો કહી રહ્યા છે કે, હકીકતમાં કેબીન એસો.ની ૧૦ વર્ષ પહેલાની લીસ્ટ-યાદી કઢાવો અને હાલમાં તે કેબીનમા કોણ માલીક છે અને કોન કબ્જા ધરાવી રહ્યા છે તેનું ક્રોસ વેરીફીકેશન કરાવે તો આ આખાય પ્રકરણ પરથી મોટો પડદો ઉચકાઈ શકે તેમ છે. એટલુ જ પણ દબાણ શાખાનો આ માટે કડકમાં કડક રાહે ઉધડો લેવો જાેઈએ તો મોટું કૌભાંડ દબાણ શાખાનુ પણ બહાર આવશે. આ ઉપરાંત દબાણ શાખામાં પણ જાે કોઈને કેબીન ફાળવાઈ હોવાનુ ફલિત થાય તો કેબીન ધારક એસો.ના હોદેદારોથી આ બાબતે પુછાણા કરવા જાેઈએ, કોના કહેવાથી આ કેબીનોની દબાણ શાખાને ફાળવણી કરવામાં આવી છે?

તો ઓસ્લોવાળી કેબીનો પણ વરસાદી નાળા પર કેમ કાયદેસરની જ ન બનાવાય?

વરસાદી કુદરતી વહેણ પર પાક્કા બાંધકામની સખ્ત મનાઈ છે, કલેકટર કચેરી રોડ પર વરસાદી નાળા પર બનાવાયેલી કેબીનોને તો પછી માન્ય ગણી જ કેમ શકાય?

ગાંધીધામ : દેશની સુપ્રીમકોર્ટ દ્વારા જજમેન્ટ અપાયેલ છે કે, વરસાદી કુદરતી વહેણ નદી-નાળા પર કોઈ પણ પ્રકારના પાક્કા બાંધકામ કરવા નહી અને જાે તે કરવામાં આવે તો તેને વિના વિલંબે દુર કરવાના રહેશે. ગાંધીધામ સુધરાઈ દ્વારા પણ કલેકટર રોડ પર જે કેબીનો બનાવાઈ છે તે વરસાદી નાળા પર જ બનાવાઈ છે. યા તો અહી સુપ્રીમકોર્ટના આદેશનો રીતસરનો અનાદર જ થયેલો જાેવાઈ રહ્યો છે અથવા તો ગાંધીધામ નગરપાલિકા અને તેના સત્તાધીશો ખુદને વડી અદાલતથી પણ સર્વાેપારી માની બેઠા હોય તેમ લાગી રહ્યુ છે. બીજીતરફ શહેરમાં ચર્ચા એ થાય છે કે, જાે કલેકટર રોડ પર વરસાદી નાળા પર કેબીનો કાયદેસરની જ હોય તો પછી ગાંધીધામ શહેરમાં આવી જ કેબીનો ઓસ્લો સર્કલ પાસે પણ અનેકવીધ છે. જે વરસાદી નાળાને અડીને મુકાયેલી છે અને તેના લીધે રસ્તો પણ ઘણો સાંકળો થઈ જવા પામ્યો છે. તો પછી આ બધીય કેબીનોને પણ વરસાદી નાળા પર જ પાક્કા બાંધકામ કરવાની છુટ નગરપાલીકાએ આપી દેવી જાેઈએ? કલેકટર રોડ પર વરસાદી નાળા પર કેબીનો સુધરાઈ બનાવી શકે છે પણ એ જ શહેરના ઓસ્લો રોડ પર વરસાદી નાળા પર કેબીનો બનાવવા નથી આપતી? તેના પાછળનું રહસ્ય શુ?

કલેક્ટર ઓડીટ કરે તો દાળમાં કાળું નહીં, આખી દાળ જ કાળી હોવાનું ખૂલે.!

ગાંધીધામ : ગાંધીધામ નગરપાલિકાના કેબીન કૌભાંડ મુદ્દે કલેકટરશ્રી ઓડિટ કરાવે તો આખેઆખી દાળ જ કાળી હોવાનો ખુલાસો થઈ શકે તેમ જાણકારો માની રહ્યા છે. જેઓ એસો.ના સદસ્યો છે તેઓની કેમ હજુ સુધી જગ્યા ફાળવાઈ નથી? કાયદેસરના રાહ જાેઈ રહ્યા છે અને જેઓ સદસ્યો નથી તેમને કેબીન એલોટ કરી દેવાઈ હોવાનુ ચચાય છે. જાે કલેકટર આ બાબતે તપાસ કરશે તો ખુલશે કે ખીચડી કયાં રંધાઈ ગઈ છે?