ભારાપર ગામે ૬૦ વર્ષીય વૃદ્ધે દોરી વડે ગળેફાંસો ખાઈ લીધો

0
42

ભુજ : ભારાપરના આંબેડકર નગર ખાતે રહેતા માલશી થાવર મહેશ્વરી ઉ.વ.૬૦ ગઈકાલે બપોરે બે વાગ્યે પોતાના ઘરે હતા, દરમિયાન કોઈ અગમ્ય કારણોસર પોતાના રુમમાં કપડા બાંધવાની દોરીથી ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેમને સાવરાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. વૃદ્ધે કયા કારણોસર આત્મહત્યાનું પગલુ ભર્યું તે કારણ જાણવા માટે માનકુવા પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી