૪૦ વર્ષિય મહિલાની ૪થી પ્રસૂતિના પૂરા દિવસે હૃદયની ૨૦ ટકા ગતિવિધિ અને ૧૦ બીજા રોગ વચ્ચે માતા-બાળકને સ્વસ્થ બનાવાયા

0
56

જી.કે. જનરલ હોસ્પિટલના ગાયનેક વિભાગે ૨૦ દિવસના અંતે માતા અને બાળકની કરી સફળ સારવાર

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં અંજારના ૪૦ વર્ષના બહેનને ૪થી પ્રસૂતિના પૂરા દિવસે શરીરમાં ૨૦ ટકા હૃદયની ક્રિયાશીલતા વચ્ચે બીજા ૧૦ રોગ હોવા સાથે નોર્મલ પ્રસૂતિ કરાવી અને અવતરિત બાળકનું અલ્પ વજન રહેવા છતાં ૨૦ દિવસની સરવારના અંતે બંનેને સ્વસ્થ બનાવી ગાયનેક વિભાગે રાહતનો દમ લીધો હતો.
જી.કે.ના સ્ત્રીરોગ વિભાગના તબીબ અને અદાણી મેડિકલ કોલેજના આસિ.પ્રોફ. ડો સુરભિ આર્યાએ હાથ ધરેલા આ સફળ ઓપરેશનની માહિતી આપતા જણાવ્યું હતું કે,અંજારના શંભા દેવી જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે પૂરા દિવસે હતા,પરંતુ અનેક રોગને કારણે તેઓ અર્ધબેભાન અવસ્થામાં હતા. હાઇ બીપી માલૂમ પડતાં અન્ય પરીક્ષણ કરાવતા જણાયું કે લોહીમાં તમામ ઉપયોગી કણોની માત્રા અતિ અલ્પ હતી, જેથી કિડની અને લીવરને નુકસાન થયું હતું. લોહીમાં ચેપ પણ હતો.શ્વાસ ચડતો હતો અને હૃદય તો માત્ર ૨૦ ટકા જેટલું જ કામ કરતું હોવાથી નોર્મલ પ્રસૂતિ જ શકાય હતી જે પૂર્ણ કર્યા બાદ, માતાને સવસ્થ બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. રક્તને પુનઃ ગુણવતા સભર બનાવવા એક પછી એક એમ લોહીના જરૂરી કણો સાથે કુલ ૬ બોટલ ચડાવવામાં આવ્યા. શ્વાસને નિયમિત કરવા વેન્ટિલેટર ઉપર રાખીશ્વાસનું નિયમન કરાયું. જ્યારે હૃદય માટે કાર્ડિઓલોજિસ્ટ (ભુજ) અને હિમેટોલોજિસ્ટ (અમદાવાદ) સાથે પરામર્શ કરી સારવાર આપવામાં આવી અને ૨૦ દિવસની જહેમતના અંતે શંભાદેવીને રાહત મહેસુસ થઈ. દરમિયાન જન્મેલા બાળકનું વજન ૨ કી.ગ્રા. જેટલું અલ્પ હોવાથી તેની પણ યોગ્ય સારવાર કરી સ્વસ્થ કરવામાં આવ્યું. આ સારવારમાં ડો. સુરભિ આર્યા સાથે ડો.તૃપાંગી ચૌધરી, ડો. વીન્સી ગાંધી, ડો.શ્યામ તેમજ જી.કે.ના મેડિસિન વિભાગના ડો.યેશા ચૌહાણ તેમજ શૈલ જાની વિગેરે સારવારમાં જાેડાયા હતા.