ભચાઉ પાસે ૩.૪ ની તીવ્રતાના આંચકાથી ધરા ધણધણી

0
29

ભુજ : ભચાઉ પાસે ૩.૪ ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી હતી. ગાંધીનગર સિસ્મોલોજી કચેરીથી પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે બપોરે ૧.૩૮ કલાકે કંપન અનુભવાયું હતું. ભચાઉથી ૭ કિલોમીટર દૂર ૩.૪ ની તીવ્રતાનો આંચકો નોંધાવવા પામ્યો છે, જેના કારણે ભર બપોરે આ વિસ્તારમાં લોકોએ આંચકાની અનુભૂતિ કરી હતી. નોંધનીય છે કે, ફોલ્ટલાઈન સક્રિય હોવાથી અવારનવાર આ વિસ્તારમાં હળવા થી મધ્યમ કંપનો અનુભવાતા રહે છે.