કોલસાનો સારી ગુણવતાનો જથ્થો કાઢી લઈ ૯૯.૧૧ લાખની છેતરપિંડી કરાઈ

0
23

ભારાપરથી ટ્રકમાં લોડ થયેલો જથ્થો પઠાણ કોટ જઈ રહ્યો હતો : ડ્રાઈવર અને વાડા સંચાલક સહિત ૧૩ સામે ફોજદારી

ગાંધીધામ : ભારાપરની કંપનીએ જુદી જુદી ટ્રકો મારફતે પઠાણકોટ ખાતે સારી ગુણવતાનો સ્ટીમ કોલસો આયાત કર્યો  હતો, જે કોલસામાં ભેળસેળ કરી સારી ગુણવતાનો કોલસો ઓળવી જવાતા ૯૯.૧૧ લાખનુ નુકસાન પહોંચાડવા બદલ બી ડિવિજન પોલીસ મથકે ફોજદારી નોંધાઈ હતી.

મુળ યુપીના હાલે ગાંધીધામ રહેતા અને ડીબી ટ્રેડલીંક કંપનીના મેનેજર કેશરીનંદન મૃત્યુજયએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપની દક્ષીણ આફ્રીકા અને ઈન્ડોનેશીયાથી વિદેશી કોલસો આયાત કરી ભારાપર પાસે આવેલા કંપનીના ગોડાઉનમાં સંગ્રહ કરે છે. આ જથ્થાની લેબોરેટરી કર્યા બાદ જથ્થો ભારતના અલગ અલગ રાજયના પ્લાન્ટ તેમજ ફેકટરીઓમાં મોકલવામાં આવે છે. ગત તા. ૩-૯થી તા. ૧૪-૯ દરમિયાન આર. એસ. લોજીસ્ટીકના માલિક રાકેશભાઈ સાથે પઠાણકોટ મોકલવાનો ઓર્ડર નક્કી થયો હતો. ભારાપરથી સ્ટીમ કોલસો ભરીને નિકળેલી ટ્રકો નિયત સમયે જગ્યા પર ન પહોંચતા લોજીસ્ટીકના માલિકનો સંપર્ક કર્યો હતો, જાે કે તેણે ટ્રક પહોંચી જશે તેવુ આશ્વાસન આપ્યું હતું. ભારાપરથી પઠાણ કોટ જવા નિકળેલો સ્ટીમ કોલસાની ટ્રકોમાંથી સારી ગુણવતાનો જથ્થો કાઢી લઈ હલકી ગુણવતાનો કોલસો ભેળસેળ કરી હોવાનું ચાલક બલકરણસીંગે કબુલાત આપી હતી. તો રાજસ્થાનના સાંચોર ખાતે આવેલા તેજારામના વાડે પણ ભેળસેળ કરી સારી ગુણવતાનો કોલસો કાઢી લેવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી હતી. ટ્રક ચાલક બલકરણસીંગે ભેળસેળ કરી હોવાની કેફીયત આપતા તમામ ટ્રકોને રોકાવી સેમ્પલીંગ કરાયું હતુેં. જેમાં સારી ગુણવતાનો કોલસો કાઢી લેવામાં આવ્યો હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. નવ ટ્રક ચાલક, સાંચોર રાજસ્થાનના તેજારામ, અનવરખાન, આલમભાઈ અને તપાસમાં જે પણ નિકળે તેની સામે ૯૯,૧૧,૬૬૭ રુપીયાનું નુકસાન પહોંચાડી વિશ્વાસઘાત કર્યો હોવાની ફોજદારી નોંધાવી હતી.

ડ્રાઈવરને આ કામ પેટે ૧૬ હજાર રૂપિયા અપાયાની કેફીયત

ટ્રકચાલક બલકરણસીંગે કબુલાત આપી હતી કે ભારાપરથી સ્ટીમ કોલસો લોડ કરી આ જથ્થો સાંચોર તેજારામના વાડે લઈ જવાયો હતો, જયાં ભેળસેળ કરાઈ હતી અને આ કામ પેટે તેને ૧૬ હજાર રુપીયા તેજારામે આપ્યો હોવાની કેફીયત આપી હતી.