૮મી નવેમ્બર વિશ્વ રેડિયોલોજી દિવસ : તબીબી જગતમાં રેડિયોલોજી સંજીવની સમાન

0
72

જી.કે. જનરલ હોસ્પિટલમાં છેલ્લા ૭ માસમાં એક લાખ દર્દીઓનું થયું આ પ્રકારે નિદાન

ભુજ : તબીબી જગતમાં નિદાન માટે ક્રાંતિકારી કહી શકાય તેવી રેડિયોગ્રાફીની શોધને પરિણામેચિકિત્સા પધ્ધતિ વધુ સરળ બની હોવાથી ગંભીર રોગનું પરિક્ષણ સુવિધાયુક્ત બન્યું છે, જેનો યશ રેડિયોગ્રાફીને જાય છે એટલે જ આઠમી નવેમ્બરના રોજ દર વર્ષે રેડિયોલોજી દિવસ ઉજવવામાં આવે છે. આ તર્જ ઉપર અદાણી સંચાલિત જી કે જનરલ હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનામાં રેડિયોલોજીના વિવિધ ઉપકરણો દ્વારા એક લાખ ઉપરાંત દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું.જી કે જનરલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેંટ અને અદાણી મેડિકલ કોલેજના પ્રોફ.ડો.ભાવિન શાહે અને આસિ.પ્રોફ ડો.શિવમ કોટકે જણાવ્યું હતું કે. રેડિયોલોજીના આ જુદા જુદા માધ્યમોમાં એક્સ રે.યુએસજી, સિટીસ્કેન, એમઆરઆઈ વિગેરેનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, જ્યારે રેડિયોલોજીની શોધ થઈ નહોતી ત્યારે ગંભીર પ્રકારના રોગ માટે નિદાન એ મહેનત માંગી લે તેવી બાબત હતી, પરંતુ નવા યુગમાં રેડિયોલોજીએ આ પ્રક્રિયા હળવી બનાવી દીધી છે અને હવે તો એ સંજીવની સમાન બની ગઈ છે.બંને તબીબોએ જાેકે કહ્યુું કે, દરેક બાબતમાં આવું પરિક્ષણ જરૂર નથી. આ એક પ્રકારના વિકિરણ છે. જેની કેટલીક સાઈડ ઇફેક્ટ પણ છે. આજકાલ ગૂગલ હાથવગું હથિયાર બની ગયું છે. સર્ચ કરી લોકો જાતે વિચારતા થયા છે અને આર્ટિફિશીયલ ઇંટેલીજેન્સની આદત પડી ગઈ છે,પરંતુ અત્રે એ પણ જાણવું જરૂરી છે કે ડો ગૂગલ કરતાં સંવેદનશીલ ગણાતા તબીબનો આભિપ્રાય માનવીય અભિગમ પ્રેરિત હોય છે, જે ઉપયોગી બને છે. આવી તમામ હકીકતને ધ્યાનમાં રાખી આ વર્ષે ડબલ્યુએચઓએ આ દિવસને ‘રેડિયોલોજિસ્ટ અને રેડિયોગ્રાફર સપોર્ટ કરે છે’ એવી થીમ રાખી છે.