માધાપરના નરનારાયણ નગરમાં સોની વેપારીના પાંચ લાખ ગુમ

0
78

ચોરી થઈ છે કે કેમ તે સહિતના પાસા ચકાસવા માધાપર પોલીસે ચક્રો ગતીમાન કર્યા

ભુજ : શહેરની ભાગોળે આવેલા માધાપરના નરનારાયણ નગરમાં રહેતા સોની વેપારીના ઘરમાં પાંચ લાખ રુપીયા ગુમ થઈ જતા વેપારી માધાપર પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે ચોરી થઈ છે કે કેમ તે સહિતના પાસા તપાસી રહી છે.
માધાપરમાં આવેલા નરનારાયણ નગરમાં રહેતા એક સોની વેપારીના ઘરેથી પાંચ લાખ રુપીયા રોકડા ગુમ થઈ ગયા છે, જેથી વેપારી પોલીસ મથકે પહોંચ્યા હતા. આ અંગે માધાપર પોલીસ મથકના પીઆઈ પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વસંતભાઈ નામના ફરિયાદી પોલીસ મથકે આવ્યા છે અને તેમના ઘરમાંથી પાંચ લાખ રુપીયા ગુમ થઈ ગયા હોવાની વાત કરી છે. પોલીસ દ્વારા ચોરી થઈ છે કે કેમ તે સહિતના પાસા તપાસી રહી છે, પ્રાથમિક તબક્કે તેમને પોતાને જ યાદ નથી કે પૈસા કયાં રાખ્યા હતા તેમ પી.આઈ.એ ઉમેર્યું હતું.