નખત્રાણાના જિયાપર ગામે ચાર ટ્રકમાંથી ૪૧૦ લીટર ડિઝલ ચોરાયું

0
47

ભુજના એપાર્ટમેન્ટમાં પાર્ક થયેલી ૭પ હજારની બુલેટ બાઈક ચોરાઈ

નખત્રાણા : તાલુકાના જીયાપર ગામે નારાયણ નગરની પાર્કિંગમાં રખાયેલી ચાર ટ્રકમાંથી કોઈ અજાણયા ઈસમો રાત્રી દરમિયાન ૪૧૦ લીટર ડીઝલ ચોરી થતા ફરિયાદ નોંધાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ અશોકભાઈ જબુવાણી (રહે. જીયાપર)વાળા રાત્રે ૧૧ વાગ્યે સુઈ ગયા બાદ સવારે સાત વાગ્યે બહાર નિકળી ટ્રકને જોતા તેમની બે ટ્રકની ડિઝલ ટેન્કનું લોક તુટેલું જોવા મળ્યું હતું, જેમાંથી ૧૮૦ લીટર ડીઝલ ચોરાઈ ગયો હોવાનું જણાયું હતું, તો બાજુમાં પાર્કિંગ થયેલી નવીનભાઈ રાજાભાઈ પટેલની ટ્રકમાંથી પણ ૧૧૦ લીટર તેમજ અન્ય પાડોશી અલપેશ કરમશીભાઈ લીંબાણીની ટ્રકમાંથી ૧ર૦ લીટર ડિઝલ ચોરાઈ ગયું હતું. આમ એક જ રાતમાં ગામમાં પાર્કીંગ થયેલી ચાર ટ્રકોમાંથી ૪૧૦ લીટર ડિઝલ કિંમત ૩૭૭ર૦ રુપીયાની ચોરી થઈ જતા નખત્રાણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.બીજી તરફ, ંભુજ શહેરના હોસ્પિટલ રોડ પર તિરુપતી એપાર્ટમેન્ટની પાર્કિંગમાં રાખેલી બુલેટ બાઈકની ઉઠાંતરી થઈ જતા માલિકે બી ડિવિજન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પંજકભાઈ કિશોરભાઈ શાહ (રહે. રાજારામ કોમ્પલેક્ષસ સામે હોસ્પિટલ રોડ ભુજ)વાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની બુલેટ બાઈક જીજે ૧ર ડીએફ પ૭૯૭ તીરુપતી કોમ્પલેકસમાં પાર્કિંગમાં મુકી હતી, પાંંચ દિવસ પહેલા ફરિયાદીના ભાઈને પગમાં મોચ આવી જતા તેણે બાઈક પાર્કિંગમાં જ રહેવા દીધી હતી જે ચોરાઈ ગઈ હતી.