મુન્દ્રાના ગુંદાલા નજીક નર્મદા કેનાલમાં ડુબવાથી 4ના મોત

0
82
મુન્દ્રા : તાલુકાના ગુંદાલા ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી ચાર વ્યક્તિઓના મોત થયા હતા.
આજે સાંજે બનેલી ઘટના અંગે મળતી વિગતો મુજબ કેનાલ નજીક આવેલ ખેતરમાં કામ કરી રહેલા એક જ પરિવારના ત્રણ મહિલા સહીત પાંચ લોકો નર્મદાની કેનાલમાં ડૂબ્યા હતા. હતભાગી પરિવારનો એક વ્યક્તિ અકસ્માતે કેનાલમાં ખબકતા તેને બચાવવાં જતા પરિવારના અન્ય ચાર લોકો પણ વારાફરતી કેનાલમાં ડૂબ્યા હતા. ડૂબનાર પાંચ પૈકી ચારને બહાર  કાઢી મુન્દ્રાની જનરલ હોસ્પિટલ લઇ જવાતા હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ડૂબનાર એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ કેનાલ ગુંદાલા ગામથી ૨ કિલોમીટર દૂર આવેલી છે. કેનાલમાં ડૂબનાર પાંચ પૈકી ૪ હતભાગીઓના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર ધસી ગયો હતો. બનાવના સમાચાર ફેલાતા સામાજિક આગેવાનો પણ દોડી આવ્યા હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે એક ડૂબનાર વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.કેનાલ નજીક ખેતરમાં કામ કરતા પરિવાર પર તૂટ્યું આભ તૂટી પડ્યું હતું. બે મહિલા સહીત ચારના મોત થવાંથી મુન્દ્રા પંથકમાં અરેરાટી ફેલાઈ છે. મુન્દ્રા હોસ્પિટલ ખાતે હતભાગીઓના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.