શિકરાની વાડીમાં અજાણ્યા ઈસમો કપાસ સળગાવી જતાં ૪.પ૦ લાખનું નુકસાન

0
109

ભચાઉ : તાલુકાના શિકરા ગામે આવેલી વાડીમાં રહેલા કપાસને અજાણ્યા ઈસમો દ્વારા આગચંપી કરવામાં આવી હોવાની ઘટના બની છે. ગામના ખેડૂતો દિનેશભાઈ પરબતભાઈ ચામરિયાના જણાવ્યા પ્રમાણે તેમની શિકરા વાડી વિસ્તારમાં છ એકર જમીન આવેલી છે. જેમાં પાણી પાવા માટે ખેંગાભાઈ રબારીને રાખવામાં આવ્યા છે. બપોરે તેઓ અને ખેંગાભાઈ વાડીએ ગયા એ દરમિયાન ફરિયાદી પાણીના બોરની મોટર ચાલુ કરવા બાજુની વાડીએ ગયા ત્યારે ખેગાભાઈનો ફોન આવ્યો કે, વાડીમાં જે ઓરડીમાં કપાસ રાખ્યો છે, ત્યાં આગ લાગી છે અને ધુમાડા નિકળે છે, જેથી તાત્કાલિક લોકો દોડી આવ્યા અને પાણીના ટાંકામાંથી પાણી કાઢી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવામાં આવી હતી, જેમાં ૧પ દિવસ પહેલા ઉતારેલ ૬૦ મણ અને ૧૦ દિવસ પહેલા ઉતારેલ પપ મણ કપાસ બળી જતાં નુકસાન થયું હતું. દરમિયાન ગામના તલાટી દ્વારા ટીડીઓને પ્રાથમિક અહેવાલ આપવામાં આવ્યો જેમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આગ લગાડાઈ હોવાની હકિકત જણાવી ૪.પ૦ લાખનું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.

નંદાસર પાસે અકસ્માતમાં ડમ્પર સળગી ઉઠ્યું

રાપર : તાલુકાના નંદાસર ગામથી રવ તરફ જતા રસ્તા પર પુલિયા પાસે અકસ્માતમાં ડમ્પર સળગી ઉઠ્યું હતું. રાપરના ટ્રાન્સપોર્ટર જયદેવભાઈ બળદેવભાઈ રાજગોરે રાપર પોલીસમાં જણાવ્યું હતું કે, આરોપી ટાટા કંંપનીનું સિગના ટ્રક નંબર જી.જે. ૧ર બીએક્સ ૮૮૪૪ના ડ્રાઈવર જુમાભાઈ સુમારભાઈ કુંભારે વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવતા પુલિયા સાથે ગાડી ભટકાતા ટક્કરના કારણે તેમાં આગ લાગી ઉઠી હતી. જેના કારણે વાહનમાં ૩૦ લાખનું નુકસાન થવા પામ્યું હતું.