કાસેઝના સોપારી તસ્કરીકાંડમાં રહસ્યના આટ્ટાપટ્ટા ફરી ૩૯૦ બોરી ઝડપાઈ….! : માલિકો આબાદ!

0
41

  • CISF ગોઠવો-નહી તો ઝોન ખેદાનમેદાન થઈ જશે

કાસેઝમાં ઝાડીઓમાંથી બિનવારસુ સોપારી ઝડપાવવાની વાત કોઈના ગળે ઉતરે તેમ નથી : કાસેઝમાં તો વેરહાઉસ છે, કંપનીઓ છે, તેમની માલીકીનો જ માલ-આવી જઈ શકે છે, તેમા પણ સોપારી તો કાસેજ બહાર જઈ જ કેમ શકે? ઉપરાછાપરી સતત છુટક સોપારીનો મુદામાલ પકડાઈ રહ્યો છે છતા કાસેજ પ્રશાસનના પેટનું પાણી જ હાલતું નથી? : આમીયાચંદ્ર વિશ્વકક્ષાની સિકયુરીટી વ્યવસ્થાઓ ઉભી કરવાના આંબાઆબલી તેના સમયકાળમાં દેખાડી અને કાસેઝ-ઝોનને ચોર-તસ્કરોના હવાલો જ કરી ગયો હોવાનો દેખાય છે ગંભીર વર્તારો

ગાંધીધામ : દેશના સૌથી સુરક્ષિત હોવાના જયા દાવા કરવામાં આવતા હતા એવા કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં પાછલા કેટલાક સમયથી સોપારી તસ્કરી કે દાણચોરી કે પછી મિસડીકલેરેશન કરનારી ગેંગ હદ વટાવી રહી છે. જે રીતે એક પછી એક કડીબદ્ધ રીતે સોપારીના કારનામાઓ કાસેજ સાથે જોડાઈ રહ્યા છે અને તસ્કરીની ઘટનાઓ પણ ઉપરાછાપરી બની રહી છે તેમ છતા પણ કોઈની પણ સામે કોઈ જ કડક પગલા લેવાયા હોવાનુ બહાર ન આવતા કાસેઝ પ્રશાસન અને કાસેઝમાં સોપારી તસ્કરીકાંડને લઈને મોટા રહસ્યના આટ્ટાપાટ્ટાઓ સર્જાતા જોવાઈ રહ્યા છે.
દરમ્યાન જ ગઈકાલછે ફરીથી કાસેઝમાં સોપારીનો જથ્થો તસ્કરી કરી જવાનો પ્રયાસ સામે આવવા પામ્યો હોવાનુ મનાય છે. કહેવાય છે કે, એક બેગમાં ૩૦ કીલ્લા સોપારી વાળી ૩૯૦ જેટલી બેગ કાસેજમાથી ગઈકાલે ફરી ઝડપાઈ છે. સિકયુરીટીવાળાઓએ તસ્કરોને પડકારતા તેઓ સોપારીનો જથ્થો છોડીન નાશી છુટયા હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. હકીકતમાં આ સોપારી કોની છે? આ સોપારીનો માલીક કોણ બનશે? જોન કેમ આ બાબતે કડકાઈથી કાર્યવાહી નથી કરતુ?
હકીકતમાં તો કાસેઝમાં સોપારી રો મટીરીયલ્સ તરીકે લાવી તેને પ્રોસેસ કરી અને રીએકસપોર્ટ નિયમ અનુસાર કરવાની હોય છે પરંતુ અહી કાર્યરત એક મોટી દાણચોરી ટોળકી સેાપારી વીદેશથી લાવી અને કાસેજ પ્રશાસનના જવાબદારોના ગજવા ગરમ કરી દઈ અને કસ્ટમ, ઝોન પ્રશાસન, સીકયુરીટીવાળા, ખાનગી સીકયુરીટી સેવાવાળા સહિતનાઓની મીલીભગતથી અહી મોટા પ્રમાણમાં સોપારી ડીટીએ એટલે કે લોકલ માર્કેટમાં વેચવા સક્રીય બની ગયા હોયતેવી ઘટનાઓ બની રહી છે. કાસેજમાં સોપારી ચોરી કરવાની ઘટનાઓ પાછલા અમુક મહિનાઓમાં જ મોટા પ્રમાણમાં બની જવા પામી છે. તે ઉપરાંત લુઘીયાણા તથા મુંદરા બંદર પર પણ કાસેજથી જ સોપારી દેખાડીને રવાના કરાયેલા મીસડીકલેરેશનના જથ્થાઓ મોટા પ્રમાણમાં બનવા પામી રહ્યા છે પરંતુ આ તમામની સામે હજુ સુધી કોઈ જ ધાક બેસાડતી કાર્યવાહી ન થવુ તે કાસેઝના પ્રશાસનની ઈચ્છાશકિત અને ભૂમિકાને શંકાના દાયરાં લાવી રહ્યુ છે. કારણ કે, કાસેજમાં સોપારીનો જથ્થો પકડયો હોય તો તે કંપનીના માલિકો કોઈકને કોઈક તો હોય જ. બિનવારસુ આ જથ્થો મળવા પામી શકે જ નહી. છતા હજુ સુધી કોઈ કંપનીના નામો કે આ સોપારીના માલિકોના નામો કયાય આગળ આવતા દેખાતા નથી. ન તો આવા કિસ્સાઓમાં પોલીસ ફરીયાદ થતી જોવાઈ રહી છે. આવુ શા માટે? ખરેખર તો હવે કાસેજમાં સીઆઈએસએફની તૈનાતી કરવી જોઈએ નહી તો આ ઝોન ખેદાન મેદાન થવા પામી જશે. જેમ અગાઉ કંડલા પોર્ટની હાલત હતી તેવી જ કાસેજની હાલત પણ હવે થવા પામી જશે. કંડલા પોર્ટમાં પણ સીઆઈએસએફ તૈનાત કરાયા બાદ આ ચોરી ચપાટ્ટીઓમાં રાહત થોડી ઘણી થઈ છે એટલે કાસેજમાં પણ સીઆઈએસએફને વેળાસર તૈનાત કરવા જોઈએ.

  • જેડીસી મહાપાત્રાજી કેમ તદન ચૂપ?

    કાસેઝના સિકયુરીટી ઓફિસર સામે કેમ લાલઆંખ નહી..?

ઝોનમાંથી સોપારી જેવી વસ્તુઓ બહાર જતી રહે તો સિકયુરીટી અધિકારી, ખાનગી સીકયુરીટીવાળા, ગેટ પર સીકયુરીટી માટે તૈનાત કર્મીઓ સહિતનાઓ શું કરી રહ્યા છે? : ૧ ગાડી દીઠ સિકયુરીટીના જવાબદારોએ પ૦૦૦ નકકી કર્યાની છે ચકચાર : પાંચ હજારમાં ટાઈમ સ્લોક ૧૧થી ૧ અથવા ૧રથી બેમાં ત્રણથી ચાર સોપારી સહિતની ગાડીઓના ફેરાની મળી જાય છે છુટ : માત્ર ગેટ પર પહોંચીને જે-તે ગાડીએ ધોળાદિવસે ડીમ લાઈટ મારવી એટલે તે ગાડીની ડીક્કી ચેક ન થાયઅને સોપારી લોકલ માર્કેટમાં પહોચી જાય

ગાંધીધામ : કાસેઝમાં એક પછી એક સોપારી તસ્કરી કરવાની ઘટનાઓ બની રહી છે. કયાંક ગેટ પર આવી ગાડીઓ અથડાઈને અટકે છે તો કયાંક ગેટ બહાર કેબીનો પાસે બંધબોડીના વાહનો સોપારી સાથે પકડાઈ રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે, આ સોપારી ઝોનથી બહાર નીકળે જ કેવી રીતે છે? કાસેઝના જવાબદાર સિકયુરીટી અધિકારી અને તેમનો સ્ટાફ શુ કરી રહ્યો છે? કાસેઝના જેડીસી શ્રી મહાપાત્ર આ બાબતે કાસેજના અધિકારીનો કેમ હજુ સુધી ઉધડો નથી લેતા? શા માટે એસઓશ્રી કમોડની સામે જ લાલઆંખ કરવામાં નથી આવતી?

મુંદરામાં અટકાવાયેલ ત્રણ કન્ટેઈનરો કાસેઝમાં લવાયા? કોના ચડશે તપેલા?

જો આમ થયુ હોય તો સોપારી પરની ર૦૦ ટકા ડયુટીની ચોરી થઈ તેની રકમ જશે કયા? : સોપારીમાં કરોડો રૂપીયાનો સબંધિત ટોળકી આચરી ચૂકી છે કૌભાંડ..!

ગાંધીધામ : કાસેઝથી મુંદરા બંદરે સોપારી દર્શાવીને નિકાસ માટે ગયેલા ત્રણ કન્ટેઈનરને ડીઆરઆઈ દ્વારા અટકાવાયુ બે રોજ પહેલા જ બહાર આવ્યુ હતુ. ડીઆરઆઈ દ્વારા આ બાબતે છાનબીન કર્યા પછી હવે આ ત્રણેય કન્ટેઈનરો ગઈકાલે સાંજે કાસેઝમાં પરત લવાયા છે. હકકીતમાં જો આ કન્ટેઈનરમાં સોપારીના જથ્થાને ડીટીએ કરી દધા બાદ સ્ટોક બેલેન્સ દેખાડવા પુરતો લાકડાનો ભુક્કો ભરીને રીએકસપોર્ટ દેખાડવાનો પ્રયાસ થયો હોવાનુ ખુલ્યુ હોય તો કાસેજ પ્રસાન-કસ્ટમવિભાગ, સીકયુરીટી ઓફીસર સહિતનાઓ માટે ભુકંપ લાવનાર ઘટના જ બની રહેશે તેમ છે. કારણ કે, આ બધાયની અહી જવાબદારી ફીટ થતી જોવાઈ રહી છે.