હાઉસફુલ-૪ ફિલ્મ દિવાળી ૨૦૧૯ ઉપર રજૂ થઇ જશે

મુંબઇ : નિર્માતા સાજિદ નડિયાદવાળાની પોતાની કોમેડી ફિલ્મ સિરિઝ હાઉસફુલની આગામી કડી હવે વર્ષ ૨૦૧૯માં દિવાળી પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાઉસફુલ-૪ ફિલ્મ દિવાળી ૨૦૧૯ પર રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવતા આને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવી ગયો છે. ફિલ્મના કલાકારોને પહેલાની સિરિઝમાંથી જ રિપિટ કરવામાં આવી રહ્યા છે. અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ કામ કરી રહ્યા છે. જ્યારે બોબી દેઓલ પ્રથમ વખત આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તમામ અભિનેત્રીની પસંદગી કરી લેવામાં આવી છે. જેમાં કૃતિ સનુન, કૃતિ ખરબંદા અને પુજા હેગડેનો સમાવેશ થાય છે. તમામ ત્રણેય નવી અભિનેત્રી કામ કરી રહી છે. નિર્દેશક સાજિદ ખાન ફરી એકવાર આ ફિલ્મ સાથે જોડાઇ ગયા છે. તેઓ નિર્દેશન કરવા માટે રાજી થઇ ગયા છે. અત્રે નોંધનીય છે કે હાઉસફુલ-૩ ફિલ્મ વેળા તેઓ અલગ થઇ ગયા હતા. હાઉસફુલ-૨ અને હાઉસફુલનુ નિર્દેશન સાજિદે જ કર્યુ હતુ. હાઉસફુલ સિરિઝની પ્રથમ ફિલ્મથી અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ જોડાયેલા રહ્યા છે. બીજા ભાગમાં જહોન અબ્રાહમ નજરે પડ્યો હતો. જ્યારે ત્રીજા ભાગમાં અભિષેક બચ્ચન નજરે પડ્યો હતો. વર્ષ ૨૦૧૯ની ઇદ પર પર સલમાનન ખાનની ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. આ પ્રસંગે તેની ફિલ્મ ભારત રજૂ કરવામાં આવનાર છે. જેની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી ચુકી છે. આ ફિલ્મમાં પણ તેની સાથે કેટરીના કેફ નજરે પડી શકે છે. અંતિમ કલાકારોની પસંદગી કરવામાં આવી ચુકી છે. હાઉસફુલ-૪નુ શુટિંગ ચાલુ છે.