દૂધના ટેન્કરમાં કચ્છ આવતો ૩૧ લાખનો શરાબ ધ્રાંંગધ્રા પાસે પકડાયો

0
42

બાડમેરનો ચાલક વોટસેએપની મદદથી માલ લેનારના સંપર્કમાં હતો : સ્ટેટ મોનિટરીંગ સેલે ૭,રર૪ બોટલ કબ્જે કરી

ગાંધીધામ : ગુજરાતમાં તહેવારો શરૂ થવાની સાથે જ દારૂની ડિમાન્ડ વધતા મોટાપાયે હેરફેર શરૂ થઇ ગઇ છે. ત્યારે દૂધના ટેન્કરમાં કચ્છ આવતો ૩૧ લાખનો શરાબ ધ્રાંંગધ્રા પાસે પકડાયો હતો. બાડમેરનો ચાલક વોટસેએપની મદદથી માલ લેનારના સંપર્કમાં હતો. સ્ટેટ મોનિટરીંગ સેલે કાર્યવાહી કરીને ૭,રર૪ બોટલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદ – ધાંગ્રધા હાઇવે પરથી એક દૂધના ટેન્કરમાં દારૂ છુપાવીને કચ્છ તરફ લઇ જવામાં આવી રહ્યો છે. જે બાતમીને આધારે પોલીસે શંકાસ્પદ ટેન્કરને રોકીને પુછપરછ કરતા ટેન્કર ચાલક હનીફખાન શેરા (રહે. બાડમેર)એ જણાવ્યું હતું કે તે દૂધનોે જથ્થો લઇને કચ્છ જઇ રહ્યો છે. જો કે ટેન્કરમાં તપાસ કરતા તેમાં છુપાવવામાં આવેલી રૂપિયા ૩૧ લાખની કિેમતની ૭૨૨૪ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જો કે દારૂનો જથ્થો મોકલનાર અંગેે પોલીસને માત્ર વોટ્‌સએપ નંબર અને દારૂની ડીલેવરી લેનારનો વોટ્‌સએપ નંબર મળ્યો હતો. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.