ગાંધીધામમાં ૩.૫૩ લાખનો ભંગાર ભરેલી ટ્રક ઝડપાઈ

0
22

આધાર-પુરાવા રજૂ ન થતા શંકાસ્પદ માલ ગણી એલસીબીએ ૮.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ગાંધીધામ : શહેરમાં ૩.૫૩ લાખનો ભંગાર ભરેલી ટ્રકને પોલીસે ઝડપી પાડી હતી. જાણવા મળતી વિગતો મુજબ એલસીબી પીઆઈ એમ.એમ. જાડેજાની આગેવાનીમાં સ્ટાફના માણસો એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સીજે શાહ પેટ્રોલપંપ પાસેથી એક લોખંડનો ભંગાર ભરેલી ટ્રક મળી આવી હતી. જેના ચાલક દબડાના શરદભાઈ અમરસીભાઈ કાપડી પાસે લોખંડના ભંગાર બાબતે આધાર-પુરાવા માંગતા કોઈ પુરાવા ન મળતા આ માલ ચોરી કે છળકપટથી મેળવ્યો હોવાનું જણાઈ આવતા આ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ટ્રક નં. જીજે ૧૮ એક્સ ૮૩૧૩ કિ.રૂ. ૫ લાખ વાળી ગાડીમાં રૂ. ૩,૫૩,૧૫૦ની કિંમતનો ૧૦ ટન ૯૦ કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. હાલ મુદ્દામાલ કબ્જે કરી ચાલકની અટકાયત કરી એ ડિવિઝન પોલીસને કબ્જાે આપવામાં આવ્યો છે.