ભુજમાં યોજાયેલી નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩ની પરીક્ષામાં ર૬૧૬ ઉમેદવારો હાજર

0
39


ભુજ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩ની જગ્યાઓ માટે યોજાયેલી પરીક્ષામાં કુલ ૪૮૯૩ ઉમેદવારો પૈકી ર૬૧૬ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે રર૭૭ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.શહેરની ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, ઓલ્ફ્રેડ, માતૃછાયા વિદ્યાલય, લેવા પટેલ વિદ્યાલય, વી.ડી. હાઈસ્કૂલ, પાટીદાર કન્યા વિદ્યાલય, ભુજ ઈંગ્લિશ સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, આર.ડી.વરસાણી, મા આશાપુરા સ્કૂલ, ચાણક્ય એકેદમી, સેન્ટએન્ડ્રુસ, સ્વામિનારાયણ વિદ્યાલય, સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય, મુસ્લિમ એજ્યુકેશન અને સંસ્કાર સ્કૂલમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૮૯૩ લોકોએ પરીક્ષા માટે દાવેદાવી નોંધાવી હતી, પરંતુ તે પૈકી ર૬૧૬ જેટલા ઉમેદવારો હાજર રહી પરીક્ષા આપી હતી. જ્યારે બાકીના રર૭૭ ઉમેદવારોએ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.